ઊંચે આકાશમાં ગુંજ્યું શ્રી રામનું નામ! પેસેન્જરોએ પ્લેનમાં ગાયું ” શ્રી રામ આયેંગે ” ભજન, જુઓ વિડીયો
આકાશમાં ગુંજ્યું “રામ આયેંગે”! અયોધ્યા તરફ આવતી એક ફ્લાઇટમાં બેઠેલા મુસાફરો એકસૂરે ભક્તિ-ભાવથી “રામ આયેંગે” ભજન ગાઈને ઉંચે આકાશમાં શ્રી રામ નામ ગુંજાવ્યુ. શ્રી રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા પહેલા જ સૌ હિંદુઓમાં શ્રી રામ ભક્તિના રંગે રંગાયા છે, જેનાથી આખું વિશ્વ રામમય બન્યું છે. હાલમાં જ સોશિયલ મીડિયા એક વિડીયો વાયરલ થયો છે.
અયોધ્યાની ફલાઇટમાં પેસન્જરો શ્રી રામમય બન્યા હતા. ભગવાન રામના આગમનની પહેલે જ લોકોના હૃદયમાં અવર્ણનીય આનંદ છલકાઈ રહ્યો છે. વાયરલ વિડીયો જોઈ શકશો કે ચાલુ ફ્લાઇટમાં “રામ આયેંગે” ભજન સૌ કોઈ ગાઈ રહ્યા છે. શ્રી રામજીનું આગમન તે એક ઐતિહાસિક પળ છે. દાયકાઓની રાહ પછી, ભગવાન રામ પોતાના ધામમાં પુનરાગમન કરી રહ્યા છે. આ વિડીયો સૌ કોઈને પસંદ આવી રહ્યો છે અને સૌ કોઈ જય શ્રી રામનો નારો ગુંજાવી રહ્યા છે.
રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા માત્ર ધાર્મિક સમારોહ નથી, એ રાષ્ટ્રીય ગૌરવનો પળ છે. એ જીવનના સંઘર્ષ પર વિજયનો સૂર છે. એ દેશભરના લોકોની એકતાનું પ્રતિક છે તેમજ ફ્લાઇટમાં ગૂંજતું “રામ આયેંગે” માત્ર ગીત નથી, એ દરેકના હૃદયમાં ચૂંપેલા વિશ્વાસનો નાદ છે. એ આશાનું આભારણ છે, કે અધર્મ પર સદાય ધર્મનું વિજય સમાન છે.
મુસાફરો રામ આયેંગે ભજન ગાઈને આ સંદેશ આખા ભારતમાં ગુંજતો કર્યો છે અને ખરેખર અયોધ્યા નગરીના કણ કણમાં શ્રી રામના આગમનની આતુરતા છે. 22 જાન્યુઆરી ઐતિહાસિક ઘટનાને હૃદયથી આવકારીએ અને શ્રી રામ ભક્તિમાં આપણે સૌ લિન થઇ જઈએ. વાયરલ થયેલો વિડીયો તમારું હ્નદય દિવ્ય બનાવી દેશે, જેથી નીચે આપેલ વિડીયો જરૂરથી નિહાળશો.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.