મોગલધામ ભાયલામાં ગુંજ્યો કિર્તીદાન ગઢવીનો રાગ !! માયાભાઇ તથા રાજદીપસિંહ રીબડાએ કર્યો રૂપિયાનો વરસાદ..જુઓ આ ખાસ તસ્વીર
કયો એવો વ્યક્તિ હશે જે કિર્તીદાન ગઢવીને નહીં ઓળખતો હોય, હા મિત્રો આમ તો ગુજરાત રાજ્યમાં દરેક લોકો કિર્તીદાન ગઢવીને ખાસ કરીને ઓળખતા જ હશે કેમ કે કિર્તીદાન ગઢવીનું નામ જ એટલું પ્રખ્યાત થઇ ગયું છે, પોતાના ડાયરા તથા સંગીતને લઈને કિર્તીદાનભાઈ ગઢવી ઘણા ચર્ચિત રહે છે એટલું જ નહીં તેઓની લોકપ્રિયતા પણ એટલી બધી વધારે છે કે તેઓના ડાયરા વિદેશની અંદર પણ હોય છે.
તમને ખબર હશે કે કિર્તીદાનભાઈ ગઢવીએ ગાયેલ “તારી લાડકી” સોન્ગ ખુબ લોકપ્રિય બન્યું હતું અને લોકોને તો ખુબ જ વધારે પસંદ આવ્યું હતું, આવા તો અનેક ગીતો કિર્તીદાનભાઈ ગઢવીએ ગાયેલ છે. આમ તો અમે તેમના પર અનેક આર્ટિકલ લખી ચૂકેલ છે તેવામાં તેમના વિશેની વધુ એક માહિતી વાળો લેખ લઈને આવ્યા છીએ.
કિર્તીદાનભાઈ ગઢવી સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે અને રોજબરોજ તેઓ પોતાનો જ્યા પણ ડાયરાનો કાર્યક્રમ હોય છે ત્યાંની તસવીરો શેર કરતા હોય છે એટલું જ નહીં પોતે વિદેશ પ્રવાસ તથા પરિવાર સાથેની પણ અનેક તસવીરો શેર કરતા હોય છે એવામાં તેઓએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તસવીરો શેર કરી છે જેમાં તેઓ લોક ડાયરાની રંગત જમાવી રહયા છે જયારે માયાભાઇ આહીર તથા રાજદીપ સિંહ રીબડા જેવા નામી હસ્તીઓ તેમના પર રૂપિયાનો વરસાદ કરી રહ્યા છે.
તમને જણાવી દઈએ કે આ લોકડાયરો મોગલધામ ભાયલાની અંદર યોજવામાં આવ્યો હતો જેમાં મોટા મોટા કલાકારો તથા ગુજરાતની નામી હસ્તીઓ હાજર રહી હતી, આઈ મોગલના દર્શન કરીને આ ડાયરાની રંગત જમાડવામાં આવી હતી, આ ખાસ તસ્વીરોમાં જોઈ શકો છો કો કિર્તીદાન ભાઈ ગઢવી તથા માયાભાઇ આહીર માના દર્શન કરતા જોવા મળી રહ્યા છે.
જયારે એક તસ્વીરમાં કિર્તીદાન ગઢવી ગીત ગાય રહ્યા છે જયારે તેમના પર માયાભાઇ આહીર તથા રાજદીપ સિંહ રીબડા નોટોનો વરસાદ કરી રહ્યા છે. તમારું આ તસ્વીર વિશે શું કેહવું છે કમેન્ટમાં જરૂરથી જણાવજો.