GujaratViral video

સુરતના રામ ભક્તે ભગવા રંગથી રંગાવી 1 કરોડની કાર, કાર પર ભગવાન શ્રી રામનું ચિત્ર અને મંદિર ! 1400 કિમિ અંતર કાપી જશે અયોધ્યા..જુઓ વિડીયો

આમ તો તહેવાર મુજબ આપણી દિવાળી તો ચાલી ગઈ પરંતુ મિત્રો દિવાળી કરતા પણ મોટા જેવો ઉત્સવ 22 જાન્યુઆરીના રોજ આવી રહ્યો છે જેના વિશે અમારે તમને વાત કરવાની પણ જરૂર નથી, નાના બાળકોને પણ ખબર છે કે આવનારી 22 જાન્યુઆરીના રોજ આપણા દેશમાં અયોધ્યાની અંદર ભગવાન શ્રી રામની મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનો ઉત્સવ થવા જઈ રહ્યો છે, આ ઉત્સવમાં આપણા દેશની અનેક નામચીન હસ્તીઓ પોતાની હાજરી આપશે.

તમે સમાચાર તથા સોશિયલ મીડિયાના માધ્યમથી જોતા જ હશો કે અનેક લોકો પોતાના સંકલ્પ રાખ્યા હતા જેમાં અમુક રામભક્તોએ વાળ દાઢી ન કરવાનું તો અમુકે જ્યા મૌન રહેવાના પણ સંકલ્પ લીધા હતા પરંતુ હવે આ સંકલ્પ તોડવાનો સમય આવી ગયો છે કારણ કે ભગવાન શ્રી રામનું ભવ્ય મંદિર હવે બની રહ્યું છે, દરેક લોકો હાલ અયોધ્યા જઈ રહ્યા છે તો ગુજરાત રાજ્યમાંથી પણ અનેક મોટી ભેટો અયોધ્યા ખાતે લઇ જવામાં આવી રહી છે જેમાં મોટો દીવો.ધૂપબત્તી જેવી વસ્તુઓ શામેલ છે.

એવામાં આજના આ લેખના માધ્યમથી અમે એક સુરતના રામભક્ત વિશે જણાવાના છીએ જેણે પોતાની એક કરોડ રૂપિયાની કારને ભગવા રંગથી રંગાવી દીધી તો સાથો સાથ કાર પર રામ ભગવાનનું ચિત્ર તથા રામ મંદિરના ચિત્રને પણ દોરવામાં આવ્યું છે, સુરતનો આ બે યુવકો આ અનોખી કાર લઈને હવે અયોધ્યા રામ મંદિર જવા માટે રવાના થયા છે, તેઓ વચ્ચે વચ્ચે આવતા મંદિરો તથા તીર્થસ્થાનોમાં પણ હર ઘર રામ અભિયાનમાં જોડવાનું મોટું કામ કરશે.

દિવ્યભાસ્કરના એહવાલ અનુસાર સામે આવ્યું છે કે આ કાર્ય કરનાર સુરત શહેરના ટેક્સ્ટાઇલ વેપારી સિધાર્થ દોશી તથા મૌલિક જાની છે જેણે પોતાની કારને ભગવા રંગમાં રંગાવી દીધી હતી અને હવે તેઓ 1400 કિમિ અંતર કાપીને અયોધ્યા રામ મંદિર ખાતે આ કાર લઈને જશે જ્યા આ કાર ભારે આકષર્ણનું કેન્દ્ર બનશે.

 

View this post on Instagram

 

A post shared by SURAT BREAKING (@surat_breaking)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!