અનંત અંબાણીના પ્રીવેડીંગ ફંક્શન યોજાશે જામનગરમાં !! અંબાણીના આ બંગલામાં યોજાશે ફંક્શન ?જુઓ કેવો આલીશાન છે ?
આપણે જાણીએ છે કે, અંબાણી પરિવાર મૂળ સૌરાષ્ટ્રનાં ચોરવાડ ગામમાં છે. રિલાયન્સ કંપનીની સ્થાપના ધીરુભાઇ અંબાણી અને ચંપકલાલ દામાણી દ્વારા 1960માં રિલાયન્સ કોમર્શિયલ કોર્પોરેશન તરીકે કરવામાં આવી હતી. 1965 માં, ભાગીદારી સમાપ્ત થઈ અને ધીરુભાઈએ પેઢીનો પોલિસ્ટર વ્યવસાય ચાલુ રાખ્યો.
1966માં, રિલાયન્સ ટેક્સટાઇલ એન્જિનિયર્સ પ્રા. લિમિટેડ મહારાષ્ટ્રમાં સામેલ કરવામાં આવી હતી આજે જામનગરમ આવેલ ટાઉનશીપ અંબાણી પરિવારની ઓળખ છે. આ ટાઉનશીપમાં અવારનવાર અંબાણી પરિવાર રહેવા માટે આવે છે, ત્યારે ચાલો અમે આપને આ ટાઉનશીપ વિશે જણાવીએ.
રિલાયન્સ ટાઉનશિપમાં આવેલા TMC બંગલોઝની બાજુમાં અંબાણી પરિવારનું ભવ્ય નિવાસસ્થાન છે. અંબાણી પરિવાર અનેક વખત તેમનાં પરીવાર સાથે અહીં નિવાસ કરવા આવે છે. એવામાં તમને ખબર જ હશે કે હાલ સોશિયલ મીડિયા પર અનંત અંબાણી તથા રાધિકા મર્ચન્ટનું લગ્નનું કાર્ડ ખુબ વાયરલ થઇ રહ્યું છે.
આ કાર્ડની અંદર અનંત અંબાણી તથા રાધિકા મર્ચન્ટનું આ કાર જંગલની થીમ પર છે જેમાં ઉપરના ભાગમાં બંનેના નામના હિન્દી અક્ષર લખેલ છે જયારે વચ્ચે અંબાણી પરિવાર તથા મર્ચન પરિવારનું નામ લખવામાં આવેલ છે તથા આ પ્રિ વેડિંગ ફંક્શનના કાર્યક્રમની તમામ ડીટેલ આપવામાં આવી છે.
કાર્ડ અનુસાર જોઈ શકાય છે કે 1 માર્ચ 2024 થી બંનેના લગ્નની રસમો શરૂ થઇ જશે અને આ રસમ આપણા ગુજરાતના જામનગરની અંદર કરવામાં આવશે, હાલ પૂરતી તો લગ્નની પાક્કી તારીખ તો આ કાર્ડમાં લખવામાં આવી નથી પરંતુ ત્રણ દિવસ અનંત અંબાણી તથા રાધિકા મર્ચન્ટનું પ્રિ વેડિંગ ફંક્શન યોજાશે.હવે જોવાની વાત એ રહી ગઈ કે શું અંબાણી પરિવાર જામનગરના આ બંગલામાં જ અનંત અંબાણીના લગ્ન કરશે ?