રામ મંદિરમાં સૌથી વધુ સુવર્ણનું દાન આપનાર વ્યક્તિ છે ગુજરાતી! જાણો કોણ છે આ મહાન દાનવીર…..
ભારતમાં આજે રામ રાજ્ય સ્થાપિત થયું છે, કારણ કે શ્રી રામજીના ભવ્ય મંદિરમાં અનેક ભાવિ ભક્તોએ પોતાની આસ્થા રૂપે દાન પણ અર્પણ કર્યું છે. આજે અમે આપને એક એવા ભક્ત વિષે જણાવીશું જેમણે રામ મંદિર માટે 101 કિલો સોનું મોકલ્યું છે.આ ભક્ત સૂરતના છે. ખરેખર અપાન ગુજરાતીઓ માટે આ ગર્વની વાત છે.
ચાલો અમે આપને જણાવીએ કે, આખરે આ રામ ભક્ત કોણ છે. મીડિયા દ્વારા પ્રાપ્ત થયેલ માહિતી અનુઅસાર આ મહાન રામ ભક્ત દાતા દિલીપ કુમાર વી. લાખી છે. તે જેઓ સુરતના સૌથી મોટા હીરાના કારખાનાના માલિક છે. આ જગતમાં દાનનો અનેરો મહિમા છે. દાન આપવું એ ખુબ જ પુણ્યનું કામ છે.
તમને જાણીને નવાઈ લાગશે કે, દિલીપ કુમારે રામ મંદિરમાં સ્થાપિત 14 સોનાના જડેલા દરવાજા માટે 101 કિલો સોનું મોકલ્યું છે.રામ જન્મભૂમિ ટ્રસ્ટને મળેલું આ સૌથી મોટું દાન છે. સૌથી ખાસ વાત એ છે કે, રામ જન્મભૂમિ મંદિરના દરવાજા, ગર્ભગૃહ, ત્રિશૂળ, ડમરુ અને સ્તંભોને પોલિશ કરવા માટે સોનાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ગર્ભગૃહના પ્રવેશદ્વારની સાથે મંદિરના ભોંયતળિયે 14 સુવર્ણ દ્વાર સ્થાપિત કરવામાં આવ્યા છે.
બીજું સૌથી મોટું દાન આપવાની યાદીમાં કથાકાર મોરારી બાપુ છે,આ ઉપરાંત સુરતના હીરાના વેપારી ગોવિંદભાઈ ધોળકિયાનું નામ ત્રીજા નંબર પર છે.
ખરેખર દાનની વાત જ્યારે આવે ત્યારે ગુજરાતીઓ મોખરે હોય છે, આપણા માટે ગૌરવની વાત એ છે કે રામ મંદિરનું સંપૂર્ણ નિર્માણ શ્રી રામ ભક્તોએ આપેલા દાનની રકમમાંથી થયું છે. આ મંદિરના નિર્માણ માટે માત્ર 900 કરોડનો લક્ષ્યાંક રાખેલ પરંતુ રામમંદિર માટે 3 હજાર કરોડ રૂપિયાથી વધુનું દાન મળ્યું હતું.