અયોધ્યા રામ મંદિર માટે સુરતના પટેલ પરિવારે આપી કરોડોની ભેટ !! આ બેશકિંમતી મુકુટ ભગવાનને અર્પણ કર્યો..કિંમત જાણી હોશ જ ઉડી જશે..જુઓ
આમ તો મિત્રો તમને ખબર જ હશે કે રામ મંદિર અયોધ્યા ખાતે ખુબ જ મોટો પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સવ થવા જઈ રહ્યો છે જેમાં આપણા દેશના દિગ્ગજ ક્રિકેટરો તથા દેશના મોટા મોટા બિઝનેસમેન તથા નામચીન હસ્તીઓને આમંત્રણ આપવામાં આવ્યું હતું, એવામાં આ દરેક લોકોએ આ પાવન અવસર પર હાજરી આપી રહ્યા છે. તો વળી આ ભવ્ય મંદિરમાં મોટા મોટા ઉધોગપતિઓએ કરોડો રૂપિયામાં દાન પણ આપ્યું છે. જેમાં ગુજરાતના પણ ઘણા મોટા વેપારીઓએ પણ પૈસાનું દાન આપ્યું છે
તેવામાં સુરતના પટેલ પરિવારે રામ લલ્લા માટે બનાવ્યું રત્નોજડિત મુગટ. આ મુગટ જોઈ પટેલ પરિવારના લોકો ખુબજ વખાણ કરી રહયા છે. મળતી માહિતી પ્રમાણે અયોધ્યામાં આવેલ ભગવાન શ્રી રામના મંદિરમાં દાન કરવામાં આવશે. આ મુગટ સુરતના ગ્રીન લેબ ડાયમંડ કંપનીના માલિક મુકેશ પટેલે અર્પણ કર્યું છે જેની કુલ કિંમત 11 કરોડ રૂપિયા છે.
આ મુગટ સોનુ, હીરા, નિલમ, વગેરે સાથે 6 કિલો વજનનો બનાવડાવ્યો.રામલલ્લા માટે તૈયાર કરવામાં આવેલો સોના અને આભુષણોથી મઢેલો મુગટ અર્પણ કર્યો કંપનીના સ્ટાફે મૂર્તિનું માપ લઇને સીધા સુરત આવ્યા અને એ પછી ભગવાન શ્રી રામલલ્લા માટે મુગુટ બનાવવાનું કામ શરૂ કરાયું હતું. મુગટમાં સાડા ચાર કિલોગ્રામ સોનુ વપરાયું છે. તદુપરાંત નાના મોટી સાઇઝના હીરા, માણેક, મોતી, પર્લ, નિલમ વગેરે રત્નો જડૅવામાં આવ્યા છે.
આમ આ સાથે જણાવીએ તો આજના એટલેકે 22 જાન્યુઆરીએ અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા સમારોહના દિવસે લક્ષ્મીકાંત દીક્ષિતના નેતૃત્વમાં પૂજારીઓનું એક જૂથ સમારોહની પ્રાથમિક વિધિઓનું માર્ગદર્શન પણ કર્યું હતું. આ ઉપરાંત, વિવિધ સેલિબ્રિટીઓ અને પ્રતિષ્ઠિત વ્યક્તિઓને આ મહત્વપૂર્ણ કાર્યક્રમમાં હાજરી આપવા માટે આમંત્રણો મળ્યા છે.