રામલીલા દરમિયાન હનુમાનજીનું પાત્ર ભજવનારને આવ્યો હાર્ટ એટેક, નબળા હૃદયવાળા વિડીયો ના જુએ…
હાર્ટ એટેકના બનાવો દિવસેને દિવસે સામે આવી રહ્યા છે, ત્યારે હાલમાં જ સોશિયલ મીડિયા પર હાર્ટ એટેકનો વિડીયો વાયરલ થઇ રહ્યો છે. સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, ભિવાનીમાં હનુમાનજીનું પાત્ર ભજવનાર અભિનેતા હરીશ મહેતાનું હાર્ટ એટેકથી નિધન થયું છે. હરીશ 25 વર્ષથી હનુમાનજીનો રોલ કરી રહ્યા હતા અને પાત્ર ભજવતી વખતે તેને હાર્ટ એટેક આવ્યો અને તેમણે હનુમાનજીની વેશભૂષામાં પોતાનો જીવ આપી દીધો.
આ બનાવ અંગે વિગતવાર માહિતી જાણીએ તો 25 વર્ષથી હરીશ મહેતા હનુમાનજીનું પાત્ર ભજવે છે, આ વર્ષે પણ તેમણે રામલીલામાં પાત્ર ભજવ્યું. આ વર્ષે રામ લાલાના અભિષેક પ્રસંગે ભિવાનીમાં રાજ તિલક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન જ અચાનક તેને હાર્ટ એટેક આવ્યો અને તે જ પોશાકમાં તેનું મૃત્યુ થયું.
વિડીયોમાં જોઈ શકશો કે હરીશજીએ શ્રી રામની ભૂમિકા ભજવી રહેલા કલાકારના ચરણ સ્પર્શ કર્યા અને પ્રાણ ત્યાગ કર્યો. થોડીવાર માટે સ્ટેજ પર હાજર બાકીના કલાકારો અને પ્રેક્ષકોને લાગ્યું કે હરીશની ભૂમિકામાં હનુમાનજી અભિનય કરી રહ્યા છે, પરંતુ જ્યારે સ્ટેજ પર હાજર લોકોએ તેમને ઊંચકવાનો પ્રયાસ કર્યો તો તેઓ ઉભા થયા નહીં.
જે બાદ તેમને હનુમાનજીના વેશમાં હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. હરીશ વીજળી વિભાગમાંથી JE રેન્ક સાથે નિવૃત્ત અધિકારી હતા. આકસ્મિક અવસાન પરિવારજનો અને ગામજનોમાં દુઃખની લાગણી છવાઈ ગઈ હતી. .
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.