હનુમાનજીના આ મંદિરમાં નથી છત, છત બનાવાનો પ્રયાસ પણ કરો તો તૂટી પડે છે !! ફક્ત દર્શનમાત્રથી દાદા હરે છે દરેક દુઃખ..જાણો ક્યાં આવ્યું આ મંદિર
મિત્રો જય દાદા ! આમ તો અમે રોજબરોજના અનેક એવા ભક્તિ તથા અનોખા અનોખા મંદિરના લેખ લઈને આવતા હોઈએ છીએ જેમાં અમુક વખત ખુબ અનોખા મંદિરો વિષેથી માહિતગાર કરતા હોઈએ છીએ એવામાં આજના આ લેખના માધ્યમથી અમે હનુમાનજીના એક એવા મંદિર વિશે જણાવાના છીએ જે ખુબ અનોખું હોવાની સાથો સાથ ખુબ જ લોકપ્રસિદ્ધ છે, તો આ મંદિર ક્યાં આવેલ છે અને ક્યુ છે તેના વિશે વિસ્તારમાં જણાવીએ.
આ મંદિર બીજું એકેય નહિ પરંતુ કાનીવાડા હનુમાનજી મંદિર છે, જે ખુબ જ વધારે લોક ચહીતું તો તો છે જ અને સાથો સાથ અનેક ભક્તો અહીં દર્શન અર્થે દૂર દૂરથી આવે છે. તમને જણાવી દઈએ કે કાનીવાડા હનુમાનજી મંદિર રાજસ્થાનના જોધપુરના જાલોર જિલ્લાની અંદર આવેલ છે. આ મંદિરની અંદર પૂજારી કોઈ બ્રાહ્મણ નહિ પરંતુ એક દલિત પૂજારી છે જે આ મંદિરને વધુ ખાસ બનાવે છે અને સાથો સાથ વાત કરીએ તો આ મંદિરની છત પણ નથી તેની સાથે પણ એક ખાસ કહાની જોડાયેલી છે.
જાલોરની અંદર સ્થિત આ હનુમાનજીના દર્શન કરવા માટે ભક્તો દૂર દૂરથી અહીં આવે છે અને અહીં આવીને દાદાને સિંદૂર,તેલ તથા આંકડા ચડાવે છે અને અહીંના દર્શન માત્રથી ભક્તોના દુઃખ તથા સંતાન પ્રાપ્તિ જેવી મુશ્કેલીઓ દૂર થાય છે. આ મંદિરના પૂજારી જણાવે છે કે તેઓની છેલ્લી 10 પેઢીઓ અહીંના પૂજારી બનીને હનુમાનજીની સેવા કરી રહ્યા છે.
આ મંદિરમાં કોઈપણ જાતની છત નથી, પહેલાના સમયના અનેક લોકોનું એવું કેહવું છે કે આ મંદિરની અનેકે વખત છત બનાવી પરંતુ ક્યારેક છત તૂટી પડતી તો ક્યારેક વાવાઝોડાની અંદર ઉડી જતી એવામાં આ મંદિરને છત વગરનું જ રાખવામાં આવ્યું. આ મંદિર સંગમરમર પથ્થર થી બનાવામાં આવ્યું છે અને એટલું જ નહીં હનુમાનજીની અહીં પ્રતિમા પ્રકટ થઇ હતી ત્યારે અહીં મંદિર બનવામાં આવ્યું હતું. આ મંદિરની અંદર 13 અખંડ જ્યોતિ પ્રજ્વલિત કરવામાં આવે છે.
કહેવામાં આવે છે અહીં દર્શન કરવા આવતા દરેક શ્રદ્ધાળુઓને દરેક મનોકામના પૂર્ણ થાય છે,અહીંના આસપાસના ગામમાં બાળકોના પણ હનુમાનજીના નામ પર રાખવામાં આવ્યા છે.