સોનાના ભાવમાં આવ્યો જોરદાર ઉછાળો, સોનુ ખરીદતા પહેલા જાણી લો આજનો બજાર ભાવ….
હાલનમાં લગ્નગાળો ચાલી રહ્યો છે, ત્યારે સોનાની માંગમાં પણ વધારો થયો છે. જો તમે પણ સોનુ ખરીદવા ઈચ્છો છો તો પહેલા સોનાના ભાવ અચૂકપણે જાણી લેજો કારણ કે દિન પ્રતીદીન સોનાના ભાવમાં ઉથલ પાથલ જોવા મળે છે. સુરત શહેરમાં આજે સોનાના ભાવ શું છે તે અંગે આ બ્લોગ દ્વારા માહિતી જાણીએ. આપણે જાણીએ છે કે, સુરત ગુજરાતનું એક મહત્વપૂર્ણ શહેર છે જે હીરાની કટિંગ અને ડિઝાઇનિંગ માટે પ્રખ્યાત છે. તે જ રીતે, અહીં સોનાની પણ ભારે માંગ છે. સુરતમાં લોકો સોનાની ખરીદદારી ઉપરાંત સોનામાં રોકાણ પણ કરે છે.
સુરત શહેરમાં સોનાનો બજાર ભાવ જાણીએ તો, આજે 29 જાન્યુઆરી, 2024 ના રોજ, સુરતમાં 22 કેરેટ સોનાની કિંમત ₹ 5,785 પ્રતિ ગ્રામ છે અને 24 કેરેટ સોનાની કિંમત ₹ 6,310 પ્રતિ ગ્રામ છે. જેથી સોનાના ભાવમાં ગઈકાલ કરતા પ્રતિગ્રામ સોનાના ભાવમાં રૂપિયા 10નો વધારો થયો છે. છેલ્લા કેટલાક સમયથી સોનાના ભાવમાં માત્ર ચઢાવ જ જોવા મળી રહ્યો છે. આજે પણ સોનાના ભાવમાં થોડો વધારો થયો છે. 22 કેરેટ સોનાની કિંમતમાં ₹ 50 અને 24 કેરેટ સોનાની કિંમતમાં ₹ 60 નો વધારો થયો છે.
સોનાના ભાવમાં વધારાના કારણોમાં વૈશ્વિક સ્તરે વધી રહેલી મોંઘવારી, વૈશ્વિક નાણાકીય બજારમાં અસ્થિરતા, અને યુક્રેન-રશિયા યુદ્ધનો સમાવેશ થાય જો કે, કેટલાક નિષ્ણાતો માને છે કે ભવિષ્યમાં સોનાના ભાવમાં ઘટાડો થવાની શક્યતા છે. કારણ કે વૈશ્વિક મોંઘવારી ઘટવા લાગી છે અને યુક્રેન-રશિયા યુદ્ધ પણ સમાપ્ત થવાની આશા છે.સોના એ એક સલામત રોકાણ માનવામાં આવે છે. જો કે, તેમાં રોકાણ કરતા પહેલા તમારે તમારા રોકાણના લક્ષ્યો અને જોખમ સહનશીલતાને ધ્યાનમાં લેવી જોઈએ.આ બ્લોગ માત્ર માહિતી પૂરતો સીમિત છે, જેથી સોનાની ખરીદી કરતા પહેલા તમારા સલાહકારની સલાહ અવશ્યપણે લેવી.