માનવતાની મહેક! રેલી અને જનાઝા આમનેસામને થયા તો, હિન્દુ લોકોએ જે કર્યું જોઈને તમે વખાણ કરશો.. જુઓ વીડીયો
આપણો ભારત દેશ એકતાના તાંતણે જોડાયેલ છે, કારણ કે એકતામાં જ શક્તિ છે. ભારત દેશમાં વિવિધ ધર્મો છે છતાં પણ સૌ સાથે હળીમળીને રહે છે એટલે જ વિશ્વમાં ભારત દેશને એકતાનું પ્રતીક ગણવામાં આવે છે. હાલમાં સોશિયલ મિડિયા પર એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે. આ વિડીયોમાં તમે જોઈ શકશો કે કઈ રીતે બે ધર્મ વચ્ચે, માનવતાનો ધર્મ ઉજાગર થયો. હિન્દૂ, મુસ્લિમ. શીખ કે ઈસાઈ આ તમામ ધર્મ વચ્ચે માનવતા ધર્મ સૌથી મહાન છે કારણ કે દરેક માનવી વચ્ચે જો એકબીજા પ્રતિ સન્માન, સંવેદના અને લાગણી જડવાઈ રહે તો કોઈપણ વ્યક્તિ એકબીજાના ધર્મથી દુઃખી નહીં થયા અને દેશમાં શાંતિ જળવાશે.
હાલમાં સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે, આ વિડીયોમાં જોઈ શકશો કે એક તરફથી જનાઝા નીકળી રહ્યો છે તો બીજી તરફથી હિન્દૂઓની રેલી નીકળી રહી છે. જ્યારે આ બંને એકબીજાને સામે ભેગા થાય છે ત્યારે એક એવું દર્શન સર્જાય છે કે તમે પણ કહેશો કે ખરેખર આપણા દેશમાં વસતા દરેક લોકોના દિલોમાં આવો ભાવ હોવો જોઈએ. આ વિડીયો કોમી એકતાની સાથે માનવતાનું ઉત્તમ ઉદાહરણ છે કારણ કે તમે વિડીયોમાં જોઈ શકશો કે જનાઝાને જોઈને હિન્દૂ લોકોએ શું કર્યું!
આ વાયરલ વિડીયો ક્યાંનો છે તે અંગે કોઈ પુષ્ટિ નથી થઇ પરંતુ હાલમાં સોશિયલ મીડિયા પર આ વિડીયો ખુબ જ વાયરલ થઈ રહ્યો છે અને સૌ કોઈ લોકો વખાણ પણ કરી રહ્યા છે, આ ઘટના અંગે આપને જણાવીએ. હિંદુઓ રામ નામના નારા સાથે રસ્તાઓ પરથી જ્યારે પસાર થઇ રહ્યા હોય છે, ત્યારે જ તેમની બાજુની સાઈડમાં સામેની તરફથી એક જનાઝા આવતા જુએ છે. જેથી રેલીને ત્યાં જ થોભાવી દે છે અને રામનામના નારા પણ બંધ કરી દે છે, જ્યાં સુધી જનાઝા ત્યાંથી પસાર ન થઇ જાય. ખરેખર આ એક દ્રશ્ય આપણને એ સમજાવે છે કે આપણા વચ્ચે ભલે મતભેદો હોય પરંતુ મનભેદ ક્યારેય ન હોવા જોઈએ કારણ કે માનવતાથી મોટો ધર્મ કોઈ નથી.
માનવતા રૂપી આ ઘટના દરેક કોઈને ભાઈચારની ભાવના શીખવે છે, આ ઘટના આપણા સૌ માટે એક પ્રેરણાદાયી છે. ખરેખર આજના સમાજમાં દરેક લોકોએ પોતાના મનની અંદર માનવતા રૂપી ગુણ જરૂરથી કેળવવો જોઈએ કારણ કે માનવતા એ ઈશ્વરસમાન છે કારણ કે જ્યારે કોઈ વ્યક્તિ બીજા વ્યક્તિ પ્રત્યે માનવતા દાખવે છે, ત્યારે એક ઉત્તમ ભાવના પ્રગટ થાય છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.