Entertainment

કિંજલ દવેને મળી મોટી રાહત, ફરી ગાય શકશે “ચાર ચાર બંગડી ” ગીત? જાણો કોર્ટે શું ચુકાદો આપ્યો…

ગુજરાતમાં લોકપ્રિય સિંગર તરીકે કિંજલ દવેનું નામ મોખરે આવે. આપણે જાણીએ છે કે, કિંજલ દવે એ ” ચાર ચાર બંગડી વાળી ગાડી ” સોંગથી તમામ ગુજરાતીઓના હદયમાં પોતાનું આગવું સ્થાન બનાવ્યું અને આ જ ગીત તેમની સફળતાનું કારણ બન્યું. કિંજલ દવેને સફળતા તો મળી ગઈ પરંતુ તેમના જીવનમાં એક એવી ઘટના બની ગઈ કે, આ ગીત પર કોઈ રાઈતનો ક્લેમ લાગ્યો, જેથી આ વાત કોર્ટ સુધી ગઈ અને કોર્ટે આ ગીત ગાવા પ્રતિબંધ લગાવેલ.

હાલમાં જ થોડા સમય પહેલા જ કોર્ટે ૧ લાખનો દંડ કિંજલ દવેને લગાવ્યો હતો પરંતુ હાલમાં જ આ કેસને લઈને મોટી ખબર સામે આવી છે.સૌથી ખાસ વાત છે કે ગુજરાતની લોકપ્રિય ગાયિકા કિંજલ દવેને હવે આ કેસમાં રાહત મળી છે.કિંજલ દવે સામે કેસ કરનાર પક્ષ કોપીરાઈટના હકો સાબિત કરી શક્યા નથી. જેથી કરીને અમદાવાદ સિટી સિવિલ કોર્ટે આ કેસ રદબાતલ કરી દીધો છે. આ કેસમાં કિંજલ દવેને રાહત મળી છે. પ્રાપ્ત થયેલ માહિતી અનુસાર આ કેસ રિબન એન્ટરટેઈનમેન્ટ પ્રા. લિ. કંપનીએ કર્યો હતો.

હવે આ કેસ કિંજલ દવે જીતી ગયા છે, જેથી ફરી એકવાર લોકો કિંજલ દવેના મુખેથી ચાર ચાર બંગડી સોંગ સાંભળી શકશે.તમને જણાવી દઈએ કે, કોર્ટે કિંજલ દવે સામે કરવામાં આવેલા આ કોપી રાઈટનો કેસ ખર્ચ સાથે રદબાતલ કરી દીધો છે, આ સમાચાર સામે આવતા જ ચાહકોમાં પણ ખુશ ખબરી છવાઈ ગઈ છે. તમને જણાવી દઇએ કે, મનુ રબારી દ્વારા આ ગીત લોન્ચ કરવામાં આવ્યું હતું અને આ ગીતમાં તેમનો દીકરો વિરલ રબારીએ બાળ કલાકાર તરીકે આલ્બમ સોંગમાં કામ કર્યું હતું અને કિંજલ દવે પણ આ ગીતમાં જોવા મળ્યા હતા અને ખરેખર આ ગીત થકી ખરી ઓળખાણ મળી.

 

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!