રાજકોટ શહેરમાં ઢોલ-શરણાઈના સુરે નીકળી અંતિમયાત્રા !! આવી અનોખી રીતે અંતિમ વિદાય આપવાનું કારણ છે ખુબ અનોખું…જાણો પુરી વાત
મિત્રો જીવન અને મરણ એક જીવનના મોટા પહેલુઓ છે, આ દુનિયામાં જન્મતા તમામ વ્યક્તિને એક વખત તો મૃત્યુની શૈયાએ સુવાનું જ છે તે સૌ કોઈ જાણે છે. કોઈપણ વ્યક્તિની ઉંમર વર્ષ નક્કી હોતી નથી કે આ વ્યક્તિ આટલા વર્ષો જીવશે કે આનો અંદાજો પણ લગાવી શકાતો નથી. અમુક વખત બાળકોના મૃત્યુ થઇ જતા હોય છે તો અમુક વખત મોટા મોટા વૃદ્ધ ઉંમરના જે 100 વર્ષના હોય તેઓનું મૃત્યુ થાય છે.
આપ સૌ કોઈ જાણતા જ હશો કે જયારે કોઈપણ વ્યક્તિની અંતિમયાત્રા નીકળતી હોય છે ત્યારે આ યાત્રામાં જોડાતા તમામ શોકની લાગણીથી જોડાયેલા હોય છે અને ખુબ જ શાંતિપૂર્વક “શ્રી રામ” ભગવાનના નામ સાથે અંતિમયાત્રાને સ્મશાન સુધી લઇ જવામાં આવે છે, પરંતુ મિત્રો શું તમે ક્યારેય એવું જોયું છે કે સ્મશાન યાત્રાની અંદર બેન્ડવાજા તથા આતીશબાજી કરીને કાઢવામાં આવે?
ના ઘણી ઓછી વખત આવા બનાવો બનતા હોય છે એવામાં મિત્રો રાજકોટ શહેરમાંથી આવો જ એક અનોખો કિસ્સો હાલ સામે આવ્યો છે જ્યા રાજનગર ચોક નજીક આવેલ મયૂરનગરની અંદર વિજયાબેન બગથરીયાનું 105 વર્ષે નિધન થયું હતું, છેલ્લી 4 પેઢીથી જીવંત રહેલ વિજયાબેનનું પરિવારે જીવતા જગતિયું કર્યું હતું જેના થોડાક દિવસ બાદ જ વિજ્યાબેનનું નિધન થતા પરિવાર દ્વારા ખુબ વાજતે ગાજતે તેઓની અંતિમયાત્રા કાઢીને તેઓને અંતિમ વિદાય આપી હતી.
હાલ આને લગતા વિડીયો પણ સોશિયલ મીડિયાની અંદર ધૂમ મચાવી રહ્યા છે જેના પર અનેક યુઝરોએ ખુબ સારી પ્રતિક્રિયા આપતા લખ્યું હતું કે “આટલું સરસ જીવન જીવ્યા પછી વાજતે ગાજતે અંતિમયાત્રા નિકળી,સરસ વાત કહેવાય”‘ જયારે બીજા એક યુઝરે લખ્યું હતું કે “જીવન એક પર્વ”.તમારું આ વિડીયો વિશે શું કેહવું છે કમેન્ટમાં જરૂરથી જણાવજો.
View this post on Instagram