ગુજરાતી સિનેમા ના મહાન કલાકારો અરવિંદ રાઠોડ નુ નીધન થયુ..જાણો કેવી રહી તેમની સફર
અરવિંદ રાઠોડ એટલે ગુજરાતી સીનેમાના દિગ્ગ્જ કલાકાર જેમને પોતાનું સમસ્ત જીવન રંગભૂમિ અને ચલચિત્રને સમર્પિત કર્યું એવા મહાન કલાકારનું આજ રોજ નિધન થયું છે,ત્યારે ખરેખર સિનેમા જગતમાં શોકમય વાતાવરણ છવાઈ ગયું છે. ત્યારે હવે તેમના અભિનયની ખોટ સિનેમામાં વર્તાશે. 90 દશક થી લઈને 21 મી સદી સુધી તેમને ફિલ્મ જગતમાં અને રંગભૂમિમાં રાજ કર્યું અને તેમણે અનેક નાટકો અને ફિલ્મો આપ્યા છે જે આજે પણ દર્શકોના દિલમાં જીવત છે. તેઓ એમના સંવાદો બોલવાની આગવી શૈલી માટે જાણીતા હતા અને હાસ્ય કલાકાર તરીકે ખુબ જ લોકપ્રિયતા મેળવી હતી.
આ ગુજરાતી કલાકારને ‘મેરા નામ જૉકર’ જેવી ફિલ્મથી બ્રેક મળ્યો હતો. તેમણે અંદાજે 250 થી વધુ ફિલ્મો, નાટકો અને કેટલીક ધારાવાહિકોમાં કામ કર્યુ છે. તેમણે અનેક હિન્દી ફિલ્મોમા પણ કામ કર્યુ છે.આ ગુજરાતી કલાકારને ‘મેરા નામ જૉકર’ જેવી ફિલ્મથી બ્રેક મળ્યો હતો. તેમણે અંદાજે 250 થી વધુ ફિલ્મો, નાટકો અને કેટલીક ધારાવાહિકોમાં કામ કર્યુ છે. તેમણે અનેક હિન્દી ફિલ્મોમા પણ કામ કર્યુ છે.જ્હોની ઉસકા નામ, બદનામ ફરિશ્તે, મહાસતી સાવિત્રી, કોરા કાગઝ, ભાદર તારા વહેતા પાણી, સોન કંસારી, સલામ મેમસાબ, ગંગા સતી, મણિયારો, જાગ્યા ત્યારથી સવાર, મા ખોડલ તારો ખમકારો, મા તેરે આંગન નગારા બાજે, અગ્નિપથ, ખુદા ગવાહ, અબ તો આજા સાજન મેરે તેમજ તેમને અણગણિત નાટકો કર્યા તેમજ તેમને પદ્મરાણી સાથે અનેક નાટકોમાં અભિનય કર્યો છે તેમજ અનેક ફિલ્મ થકી બને દર્શકો નું દિલ જીત્યું હતું.
અરવિંદ રાઠોડ એક એવા કલાકાર હતા જેમણે પોતાના સવાંદ થકી ખુબ જ લોકપ્રિય બન્યા હતા અને તેમનું વ્યક્તિત્વ પણ જખૂબ જ મિલનસાર અને હર્ષભર્યું હતું.તેમના જીવનકાળ દરમિયાન તેમનું સૌથી લોકપ્રિય નાટક હોય અને જેમને વિદેશોમાં ધૂમ મચાવી હતી અને તેના શો હમેશા હાઉસફૂલ રહેતા.મારી તો અરજી બાકી તમારી મરજી નાટક ખુબ જ હિટ રહ્યું હતું. પદ્મારાણી સાથે તેમની જોડી ખુબ જ હિટ રહી.પદ્મારાણી રંગભૂમિ અને ચલચિત્રના મહારાણી તરીકે ઓળખાતા હતા આજે હવે આ બને કલાકારોની અભિનયની કળા થકી જીવત રહેશે.