Entertainment

ઐશ્વર્યા રાય નટુકાકાનાં આશીર્વાદ લઈને જ કરતી હતી કામ, જાણો તેનું કારણ.

હાલમાં જ્યાં જુઓ ત્યાં નટુ કાકાની ખૂબ જ ચર્ચા થઈ રહી છે. નટુ કાકા ગુજરાતી સીનેમાન શ્રેષ્ઠ અભિનેતા છે અને તેમના જીવનકાળ દરમિયાન તેઓ અનેક ફિલ્મો અને સિરિયલોમાં કામ કર્યું છે. આ અભિનેતાની સૌ કોઈ તેમની કામની કળા બદલ વંદન કરે છે. હાલમાં જ ટાઈમ્સ ન્યૂઝ દ્વારા જાણવા મળ્યું છે કે ઐશ્વર્યારાય પણ નટુકાકાને પગે લાગતી હતી. આ વાત તદ્દન સાચી છે. ત્યારે ચાલો જાણીએ હકીકત શું છે.

ઇ ટાઈમ્સમાં આપેલા ઇન્ટરવ્યૂમાં નટુ કાકા કહ્યું કે, તેમને યાદ છે કે ફિલ્મ ‘હમ દિલ દે ચુકે સનમ’ ના શૂટિંગ વખતે તેમણે એશ્વર્યા રાયને ડાન્સ શિખડાવ્યો હતો અને ત્યારે હજુ એશ્વર્યાનું ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આગમન હતું અને તેનો સ્વભાવ નિખાલસ હતો.

‘ફિલ્મના સેટ પરની એવી ઘણી યાદો છે, આજે પણ તેમને યાદ છે. ઘનશ્યામ નાયક તેમને ગુજરાતી ભવાઈ શીખવાડી હતી, અને તેણે મને પગે પડીને મારા આશીર્વાદ લીધા હતા’.
નટુ કાકા એમ પણ કહ્યું કે, ‘હું સંજય લીલા ભંસાલીની ખુબ નજીક રહ્યો છું. આખી ટીમ મને ખુબ પસંદ કરતી અને સન્માન પણ આપતી. આ ફિલ્મના મેકિંગ દરમિયાન મેં ફિલ્મ ડાયરેક્ટરને પણ ખુબ મદદ કરી.

80 દશક થી લઈને નતુકાકા ગુજરાતી રંગભૂમિ અને ફિલ્મો સાથે જોડાયેલા છે અને લોકો તેમને રંગલો તરીકે જ ઓળખે છે. હાલમાં તેઓ કેન્સરની બીમારી થી પીડાઈ રહ્યા છે છતાં પણ કામ કરી રહ્યા છે તેમનું કેવું છે કે તે મેકઅપ સાથે જ અંતિમ શ્વાસ લેશે પરતું અભિનય ક્યારે નહિ છોડે આ શ્રેષ્ઠ અભિનેતા જલ્દી સ્વસ્થ થઈ જાય એવી પ્રાર્થના આપણે સૌ કરીએ.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!