અનંત-રાધિકામાં લગ્ન પેહલા જ અંબાણી પરિવારે જામનગરમાં 14 મંદિર નિર્માણ કરાવ્યા!!મંદિરની ખાસિયત એવી કે જાણી તમે વખાણશો…
અંબાણી પરિવાર હાલમાં જામનગરમાં અનંત અને રાધિકાના લગ્નની જાજરમાન તૈયારીઓ કરી રહ્યા છે, ત્યારૅ હાલમાં જ રિલાયન્સ ફાઉન્ડેશનનો વધુ એક વિડીયો સામેં આવ્યો છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે અંબાણી પરિવારે એકી સાથે 14 મંદિરના નિર્માણ કરાવ્યા છે અને આ મંદિરોનું નિર્માણ આપણી સંસ્કૃતિ અને પરંપરા પ્રમાણે કરવામાં આવ્યા છે.
તેમજ ખાસ કરીને મંદિરના નિર્માણમાં આપણી શિલ્પ સ્થાપત્ય કળાને પણ ખુબ જ પ્રધાન્ય આપવામાં આવ્યું છે, આ મંદિર નિર્માણ માટે ભારતભરના કલાકારો અને કારીગરો જામનગર આવ્યા છે, સૌ કોઈ આ મંદિરના નિર્માણમાં કાર્ય કરી રહ્યા છે, જાણે આખા ભારતની સંસ્કૃતિ એક જગ્યાએ જોવા મળી રહી છે.
અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી અને બિઝનેસમેન વિરેન મર્ચન્ટની પુત્રી રાધિકા મર્ચન્ટના જામનગર ખાતે તા. 1 માર્ચથી 3 માર્ચ સુધી લગ્ન સમારોહ ચાલશે. આ લગ્ન પૂર્વના આ સમારોહમાં આંતરરાષ્ટ્રીય મહેમાનો પણ સામેલ થશે, ત્યારે આ લગ્નમાં 14 મંદિરોના દિવ્ય દર્શનનો લ્હાવો મળશે. સૌથી ખાસ વાત એ છે કે અંબાણી પરિવાર ખુબ જ ધાર્મિક અને આધ્યાત્મિક રીતે જોડાયેલ છે. શ્રી નાથજી તેમના ઇષ્ટદેવ છે. તેમના પરિવારના શુભ પ્રસંગે સૌ પ્રથમ ભગવાનને પ્રધાન્ય આપવામાં આવે છે, જેથી તેમણે લગ્ન પહેલા મોટી ખાવડી એટલે કે રિલાન્ય ટાઉનશીપમાં 14 મંદિરનું નિર્માણ કરાવ્યું છે, આ મંદિરનું ભારતીય વારસા, પરંપરા અને સંસ્કૃતિને સાચવવા અને પ્રોત્સાહન આપવાના માટે છે.
રિલાયન્સ ફાઉન્ડેશનના સંસ્થાપક અને ચેરપર્સન નીતા અંબાણી અને મંદિર બનાવનાર કલાકારની રૂબરૂ મૂલાકાત કરીને આ મંદિરના નિર્માણ કાર્ય વિષે સંપૂર્ણ માહિતી પ્રાપ્ત કરી છે. હાલમાં આ મંદિર નિર્માણનો એક વિડીયો વાયરલ થયો છે, આ વિડીયોમાં જોઈ શકશો કે, નીતા અંબાણી એ ‘જય શ્રી કૃષ્ણ’ કહીને બધાને શુભેચ્છા પાઠવે છે. તે લોકોને કહે છે કે એકવાર મંદિર બની જશે તો તેઓને ઘણો આનંદ થશે.
રિલાયન્સ ફાઉન્ડેશએ જણાવેલ છે કે, આ મંદિર સંકુલ લગ્ન સમારોહનું મુખ્ય આકર્ષણ હશે જે ભારતની સમૃદ્ધ સાંસ્કૃતિક અને આધ્યાત્મિક ઓળખને પ્રતિબિંબિત કરશે.ખરેખર આ એક ગૌરવવંતી પળ છે કે અંબાણી પરિવાર પોતાની સંસ્કૃતિનું આટલું જતન કરે છે, સૌથી ખાસ વાત એ છે કે નીતા અંબાણીએ પોતાના દીકરાના લગ્નમાં લોકલ ફોર વોકલને વધુ પ્રમોટ કરીને ગુજરાત અને ભારત દેશના અનેક કામદારોને પ્રોત્સાહન આપ્યું છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.