પ્રિવેડિંગ પેહલા અનંત અંબાણીએ કર્યું એવુ કાર્ય કે ચારેયકોર થઈ રહી છે વાહવાહી!! અબોલ પશુ-પ્રાણીઓ માટે શરૂ કર્યું “વનતારા”પ્રોજેક્ટ…
અંબાણી પરિવાર જે કાર્ય કરે છે, તે કાર્ય હંમેશા સરાહનીય હોય છે, આપણે સૌ કોઈ જાણીએ છે કે અંબાણી પરિવાર દ્વારા જામનગર ખાતે વિશ્વનું સૌથી મોટું પ્રાણી સંગ્રહાલય શરૂ કરવાની જાહેરાત કરી હતી, જેના ભાગ રૂપે ગઈકાલના દિવસે જ અનંત અંબાણીએ ” વનતારા પ્રોગામ ” ની જાહેરાત કરી છે, આ પ્રોગામની જાહેરાતના કારણે સૌ કોઈ અનંત અંબાણીના વખાણ કરી રહ્યા છે. વનતારા શું છે? તે અંગે અમે આપને વિગતવાર માહિતી આપીશું આ બ્લોગના માધ્યમથી, જેથી તેમ સરળતાથી વનતારા વિષે જાણી શકશો.
વનતારા એટલે સ્ટાર ઑફ ધ ફોરેસ્ટ પ્રોગ્રામ, ગઈકાલના દિવસે અંબાણી પરિવારના સૌથી નાના પુત્ર અનંતએ આ પ્રોગામની જાહેરાત કરી. વનતારા એ ભારતમાં અને ભારતની બહાર પ્રાણીઓના બચાવ, સારવાર, સંભાળ અને પુનર્વસન માટે એક વ્યાપક પહેલ છે. વન્ય પ્રાણીઓ પ્રત્યેના તેમના પ્રેમ અને તેમના સંરક્ષણ કાર્ય કરશે, જે વન્યજીવો માટે ભારતનું સૌથી મોટું રેસ્ક્યુ સેન્ટર બનશે. અનંત અંબાણી એ આ સંપૂર્ણ માહિતી પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી આપી હતી.
વનતારા અને પ્રાણીસંગ્રહાલય શરૂ કરવાનો મુખ્ય હેતુ વન્યજીવોની સેવા કરવાનો છે. ખરેખર અંબાણી પરિવારે જે કાર્ય શરૂ કર્યું છે તે ખુબ જ વખાણવા લાયક છે. અનંત અંબાણીએ પોતાના આ મિશન વિષે કહ્યું કે, વન્યજીવોની સેવા કરી એ મારું પેશન છે. આ કોઈ બિઝનેસ નથી પરંતુ માત્ર સેવા છે. મેં મારા મમ્મી પાસેથી આ શીખ્યું છે. ભગવાન શ્રી કૃષ્ણે પણ કહ્યું છે કે દરેક જીવ સમાન છે, આપણે ભગવાનને નથી જોયા પરંતુ આ જીવોની સેવા કરીને હું ભગવાનનું જ કાર્ય કરી રહ્યો છું. બહુ ઓછા લોકોને સેવા કરવાની તક મળે છે અને ભગવાને આપણને પસંદ કર્યા છે.
તમને જણાવી દઈએ કે, ગુજરાતમાં રિલાયન્સના જામનગર રિફાઈનરી કોમ્પ્લેક્સના ગ્રીન બેલ્ટની અંદર 3,000 એકરમાં ફેલાયેલા, વનતારાનો ઉદ્દેશ્ય વૈશ્વિક સ્તરે પ્રાણી સંરક્ષણ માટે કામ કરવાનો છે. વનતારા વન્યજીવો માટે એક આશ્રયસ્થાન છે, જ્યાં પ્રાણીઓની નિ:સ્વાર્થ સેવા કરવામાં આવે છે. વનતારા પ્રોજેક્ટ અંતર્ગત અત્યાર સુધીમાં 200થી વધુ હાથી સહિત અનેક પશુ, સરીસૃપ અને પક્ષીઓનું સફળ રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. વનતારા પ્રોજેક્ટ અંતર્ગત ગેંડા, દીપડા અને મગરના પુનર્વસનની પહેલ કરવામાં આવી છે. ખરેખર અંબાણી પરિવારે પ્રિ વેડિંગ શેરમની સાથે અનેક સેવાકીય અને ધાર્મિક કાર્યની પહેલ કરી રહ્યા છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.