Gujarat

ગુજરાતના આ ગામના વતની છે ડો.ગણેશ બારૈયા !! એક સમયે હાઈટને લીધે મેડીકલમાં પ્રવેશ નહોતો મળ્યો હાલ બની ગયા “વિશ્વના સૌથી ઓછી હાઈટ વાળા ડોક્ટર…

મિત્રો કહેવાય છે ને કે જો તમે મેહનત કરો તો સફળતા તમારા કદમને ચૂમશે. ભલે તમારે કોઈપણ મુશ્કેલીને સહન કરવી પડે પણ જો તમે તમારી મેહનત શરૂ રાખશો તો તમારી મેહનત એક દિવસ રંગ લાવશે જ. આજના આ લેખના માધ્યમથી અમે એક એવા જ વ્યક્તિ વિષે જણાવાના છીએ જેની હાલ ચર્ચા ખુબ વધારે થઇ રહી છે, આ વ્યક્તિ બીજો કોઈ નહીં પરંતુ ડો.ગણેશ બારૈયા છે જે વિશ્વનો સૌથી ઉચ્ચાઈ વાળો ડોક્ટર બનીને આપણા દેશની આન-બાન અને શાન વધારી છે.

તમને જણાવી દઈએ કે ગણેશ બારૈયાનો જન્મ ભાવનગ્રા તળાજા તાલુકાના ગોરખી ગામની અંદર થયો હતો, વર્ષ 2018 ની અંદર ગણેશભાઈએ 12 સાઇન્સ પ્રવાહની અંદર NEET ની પરીક્ષામાં મોટી સિદ્ધિ પ્રાપ્ત કરી હતી જે બાદ ઓછી હાઈટ હોવાને લીધે તેને MCI દ્વારા તેમને મેડિકલમાં પ્રવેશ આપવાની ના પાડવામાં આવી હતી, આવું થતા ગણેશેભાઈની શાળાના સંચાલકોએ MCI ના આ નિર્ણય વિરુદ્ધ હાઇકોર્ટની અંદર પડકાર આપવાંનું કહ્યું હતું અને સાથો સાથ મદદ પણ કરી હતી.

હાઇકોર્ટમાં યોગ્ય ચુકાદો ન મળતા ગણેશભાઈ સુપ્રીમ કોર્ટ સુધી ગયા હતા જ્યા તેમની જીત થઇ હતી, સુપ્રીમ કોર્ટની મોંઘી ફીને લીધે ગણેશભાઈ ચિંતામાં આવ્યા હતા પરંતુ તેમની મદદે નીલકંઠ વિદ્યાપીઠના સંચાલકો દલપતભાઈ કાતરિયા અને રૈવતસિંહ સરવૈયા તેમને સુપ્રીમ કોર્ટ સુધી જવા મદદ કરી હતી.અને અંતે સુપ્રીમ કોર્ટની અંદર ચુકાદો તેમના તરફેણમાં આવ્યો હતો. ગણેશભાઈના જીવનમાં ઘણી બધી મુશ્કેલી આવી ચુકી છે તેમ છતાં તેઓએ ક્યારેય હાર નથી માની પોતાની મેહનત શરૂ રાખી હતી.

ખુદ ગણેશભાઈ જણાવે છે કે તેમની હાઈટને લીધે તેઓને રોજિંદા કાર્યોની અંદર મોટી મોટી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે પણ તેઓના શાળાના સંચાલકો તથા મિત્રોએ તેમને આગળ વધવામાં ખુબ સાથ અને સહકાર આપ્યો હતો. મેડિકલની પ્રેક્ટિસ પરીક્ષાની મુશ્કેલી આવી ત્યારે કોલેજના દિન તથા પ્રોફેસરો દ્વારા વિશેસ સહયોગ આપીને પ્રેક્ટિકલ કરાવામાં આવ્યું હતું.

ગણેશભાઈના પરિવારની અંદર તેમના માતા-પિતા, સાત મોટી બહેન તથા એક નેનો ભાઈ છે જે ખેતીકામ કરીને ઘરનો ગુજારો કરે છે,ગણેશભાઈને નાનપણથી ડોક્ટર બનવાનું સપનું હતું જેને પૂરૂ કરવા માટે માંડ માંડ બે છેડા ભેગા કરીને ગણેશભાઈને માતા-પિતાએ ભણાવ્યો હતો જેનું યોગ્ય વળતર પણ ગણેશભાઈ આપી દેતા માતા-પિતા તથા પરિવારજનોમાં ખુશીની લાગણી છવાય ગઈ હતી.

18 કિલો વજન ધરાવતા તેમ જ 3 ફૂટ ઉચ્ચાઈ ધરાવનાર ગણેશભાઈએ હાલ પોતાની ઇન્ટરશીપ શરૂ કરી છે જે વર્ષ 2025 ની અંદર પૂર્ણ પણ થઇ જશે, મીડિયા રિપોર્ટ અનુસાર જાણવા મળ્યું છે કે ઇન્ટરશીપ પૂર્ણ થયા બાદ તેઓને NEET PG 2025 ની પરીક્ષા આપ્યા બાદ મેડિસિન, પિડીયાટ્રીક્સ અથવા તો સાઇકિયાટ્રિસ્ટ જેવા શેત્રનો આગળ અભ્યાસ કરવાનો રહેશે.ખરેખર ગણેશભાઈની આ સફરને સલામ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!