Gujarat

અનંત-રાધિકાના પ્રિ વેડિંગની પેહલા દિવસની ખાસ તસવીરો આવી સામે!! મુકેશભાઈ-નીતાબેને લૂંટી મેહફીલ તો અનંત-રાધિકા પણ…

જામનગર શહેર આજે વિશ્વ ફલક પર રોશન થઈ રહ્યું છે કારણ કે જામનગર ખાતે ભવ્ય અને જાજરમાન પ્રીવેડિંગ સેલિબ્રેશન ચાલી રહ્યું છે. સોશિયલ મીડિયા પર આપણી વેડિંગ સેલિબ્રેશન નું વીડિયો અને ફોટો સામે આવી રહ્યા છે આ વીડિયોમાં તમે જોઈ શકશો કે અંબાણી પરિવાર એ ખૂબ જ આલીશાન રીતે અને ભવ્ય રીતે પ્રિ વેડિંગનું આયોજન કર્યું હતું. કાલના દિવસે રીહાના એ પોતાનું પર્ફોમન્સ આપ્યું હતું. તમને જાણીને આશ્ચર્ય થશે કે રિહાના ને અંબાણી પરિવાર એ ખાસ ડાયમંડની ભેટ તેમજ પર્ફોર્મન્સ માટે અંદાજિત 74 અથવા તો 54 કરોડ રૂપિયા ફી રૂપે આપ્યા છે.


આ ભવ્ય લગ્ન સમારંભમાં 1,000 થી વધારે મહેમાનો આમંત્રિત કરવામાં આવ્યા છે તેમજ આ તમામ મહેમાનો માટે રહેવા માટે 150 બંગલા તેમજ આલીશાન રિલાયન્સ ટાઉનશીપ માં બનાવવામાં આવ્યા છે, હાલમાં આ પ્રી વેડિંગ સેલિબ્રેશનની તસવીરો સોશિયલ મીડિયામાં સામે આવી છે આ તસવીરો અંબાણી પરિવારની છે જેમાં મુકેશ અંબાણી નીતા અંબાણી તેમજ અનંત અને આકાશ, શ્લોકા મહેતા, ઇશા અંબાણી, રાધિકા મરચન્ટ અને તેમના માતા-પિતા જોવા મળી રહ્યા છે.

આ તસવીરોમાં તમે જોઈ શકશો કે ગઈકાલના દિવસે જે સેલિબ્રેશન રાખવામાં આવ્યું હતું તેને રૂપ જ અંબાણી પરિવાર એ પોતાનો પહેરવેશ પહેર્યો છે અને આ ડિઝાઇનર ક્લોથ ખૂબ જ કિંમતી છે અને આ તમામ તસવીરો હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ ધૂમ મચાવી રહી છે ખરેખર આ તસવીરો જોઇને એ ચોક્કસપણે કહી શકાય કે પ્રી વેડિંગ સેલિબિશન ખૂબ જ ભવ્ય રીતે આયોજિત કરવામાં આવ્યું છે અને જો આ પ્રિ વેડિંગ સેલિબ્રેશન આટલું ભવ્ય હોઈ શકે છે એટલે વિચાર કર્યો કે આવનાર સમયમાં એટલે કે 27 જુલાઈના રોજ અંબાણી પરિવારના આંગણે જ્યારે રાધિકાને અનંતના લગ્ન થશે ત્યારે એ સેલિબ્રેશન કેટલું ભાવ્યું હશે?


અંબાણી પરિવારની સૌથી એક ખાસ વાત એ છે કે અંબાણી પરિવારને આખા આંગણે જ્યારે કોઈપણ પ્રસંગ થાય છે ત્યારે સૌથી મહત્વનું વાત એ છે કે તમામ પરિવાર ખાસ ડિઝાઇનર દ્વારા તૈયાર કરવામાં આવેલ કપડાઓ જ પહેરે છે અને આ કપડાની કિંમત લાખો અને કરોડો રૂપિયા આવે છે તેમજ કપડાઓની સાથે નીતા અંબાણી તેમજ ઈશા શ્લોકા અને રાધિકા કિંમતી જ્વેલરી પણ પહેરે છે જેની કિંમત આપવી અશક્ય છે કારણ કે કરોડો અને લાખોમાં તેની કિંમત હોય છે.

અંબાણી પરિવારની આ તસવીરોમાં તમે જોઈ શકશો કે નીતા અંબાણીએ રેડ કલરનું ગાઉન પહેર્યું છે, જ્યારે રાધિકાએ પિંક કલરનું તેમજ ઇસા અંબાણીએ પણ લાઈટ પિંક કલરનું ગાઉન પસંદ કર્યું છે અને આ ગાઉન ખૂબ જ ડિઝાઇનર અને કીમતી છે જેમાં તેઓ ખૂબ જ સુંદર લાગી રહ્યા છે અને આ તસવીરો હાલમાં સોશિયલ મીડિયામાં સૌ કોઈને પસંદ આવી રહી છે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!