એક માવઠા બાદ શું હવે બીજા માવઠુ સહન કરવાની તૈયારી રાખવાની?? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી… જાણો શું કહ્યું આગાહી માં
શિયાળામાં અંતે માવઠું થયું છે, ત્યારે હાલમાં ગુજરાતમાં માવઠાને લઈને ફરી એકવાર અંબાલાલ પટેલે ભારે મોટી આગાહી કરો છે.સૌથી ચોંકાવનાર અને ચિંતા જનક વાત એ છે. આ પહેલા અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે અમદાવાદ બનાસકાંઠા, મહેસાણા, પાટણ, કચ્છ, સોરાષ્ટ્ર, જૂનાગઢ, સુરેન્દ્રનગર, આહવા, ડાંગ અને વલસાડમાં વરસાદની આગાહી કરી હતી અને અનેક જગ્યાએ માવઠું થયું હતું.
હાલમાં ફરી એકવાર માર્ચ મહિનાની શરૂઆતમાં ગુજરાતમાં હવામાનમાં પલટો જોવા મળ્યો હતો. રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદના કારણે ઉભા પાકને નુકસાન થયું છે. હવામાન પરિવર્તનની આગાહીના પગલે ગુજરાતના ખેડૂતો ફરી એકવાર ચિંતાતુર બન્યા છે. 8 થી 11 માર્ચ દરમિયાન કચ્છ અને ઉત્તર ગુજરાતના વાતાવરણમાં પલટો આવી શકે છે.
હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે આગાહી કરી છે કે આગામી 8 થી 11 માર્ચ દરમિયાન કચ્છ અને ઉત્તર ગુજરાતના વાતાવરણમાં પલટો આવવાની શક્યતા છે અને વાતાવરણમાં પવન અને વાદળછાયું વાતાવરણ રહેશે. તો હવામાન નિષ્ણાતે 18મી અને 20મી માર્ચ દરમિયાન પણ વરસાદની આગાહી કરી છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.