પાકિસ્તાન જઈ રહ્યા છે જીગ્નેશ કવિરાજ?? પોતે જ જણાવ્યું કે “મારી એક અંતિમ ઈચ્છા છે કે હું હિંગળાજ માઁ… જુઓ વિડીયો
ગુજરાતના લોકપ્રિય ગાયક કલાકાર જીગ્નેશ કવિરાજનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે, આ વીડિયોમાં કવિરાજ પાકિસ્તાન જવાની વાત કરી રહ્યા છે, આ વિડીયો જોયા બાદ અનેક ચાહકોએ જીગ્નેશ કવિરાજની આ વાત પર પ્રતિક્રિયાઓ આપી છે, ખરેખર તમને પણ જાણીને આશ્ચર્ય થશે કે જીગ્નેશ કવીરાજની અંતિમ ઈચ્છા શું છે અને શા માટે તેઓ પાકિસ્તાન જવાની ઈચ્છા ધરાવે છે? ગુજરાતી કલાકાર નામના ઈન્સ્ટાગ્રામ પેજ પર આ વિડીયો વાયરલ થયો છે અને આ વીડિયોમાં જે વાત કરી છે તે અંગે અમે આપને ટુંકમાં માહિતી જણાવીએ.
જીગ્નેશ કવિરાજે લોક ડાયરામાં લાખોની જનમેદની વચ્ચે કહ્યું કે, લગભગ ત્રીજા મહિનાની ૨૦ તારીખે જો વિઝા મળી જાય તો પાકિસ્તાનમાં હિંગળાજ માં પાસે જવું છે. મને એક એક ઇન્ટરવ્યૂમાં પણ પૂછવામાં આવ્યું હતું કે, તમારી અંતિમ ઈચ્છા શું છે? તો રાજભા મે કહ્યુ કે એકવાર પાકિસ્તાન માં હિંગળાજ માં ના દર્શન કરવા જવું છે, પછી કોણે ખબર મોત ક્યારે આવી જાય?
હાલમાં આ વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને સૌ કોઈ કવિરાજની આ વાતના વખાણ પણ કરી રહ્યા છે. તમને જણાવીએ દઈએ કે, પવિત્ર ૫૧ શક્તિપીઠ પૈકી એક ” માં હિંગળાજ ” પાકિસ્તાનમાં બિરાજમાન છે. હિંગળાજ માતા મંદિર પાકિસ્તાનમાં આવેલા બલૂચિસ્તાન પ્રાંતની રાજધાનીના શહેર કરાશિથી ૧૨૦ કિ.મી. ઉત્તર-પશ્ચિમ દિશામાં હિંગોલ નદીના તટ પર લ્યારી તાલુકા (તહસીલ)માં આવેલા મકરાણાના તટીય ક્ષેત્ર ખાતે આવેલું છે.
આ મંદિર હિંદુ ધર્મની ૫૧ શક્તિપીઠ પૈકીની એક માનવામાં આવે છે, અને કહેવાય છે કે અહીં સતી માતાના શરીરને ભગવાન વિષ્ણુના સુદર્શન ચક્ર વડે કપાઇ જવાને કારણે અહીં એમનું બ્રહ્મરંધ્ર (માથું) પડ્યું હતું. જેથી આ સ્થાન અતિ પાવનકારી છે. સૌ ભાવિ ભક્તો માં હિંગળાજ પર અતિ શ્રદ્ધા ધરાવે છે પરંતુ પાકિસ્તાનમાં બિરાજમાન હોવાથી તેમના દર્શન કઠિન છે. કવિરાજ પણ પોતાના જીવનમાં એકવાર હિંગળાજમાં દર્શન કરવાની ઈચ્છા ધરાવે છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.