Gujarat

માતા અને કાકા નુ પાપ જોઈ જતા દીકરા નો ભોગ લેવાયો, આખી ઘટના વાંચી હચમચી જશો

વિરમગામ જાલમપુર ગામ મા એક ઘટના એવી સામે આવી છે કે એ જાણી ને તમે હચમચી જશો. 2018 મા 6 વર્ષ નો માસુમ હાર્દિક ગુણ થયો હતો પહેલા અ-પહરણ અને બાદ મા તેની હ-ત્યા કરાઈ હતી આ સમગ્ર ઘટના મા જ્યારે પડદો ઉઠ્યો તો પોલીસ પણ ચોકી ગઈ હતી.

આ ઘટના મા વિરમગામ જાલમપુર સંયુક્ત કુટુંબ મા રહેતા હતા આ દરમ્યાન મા ઘર ના સભ્યો કોઈ ને કોઈ કારણોસર બહાર કામે ગયા હતા જ્યારે  ઘરમાં નવઘણભાઈ એટલે દાદા અને હાર્દિક જ હતા. દાદી પાર્વતીબહેને પૌત્ર હાર્દિકને ચોકલેટ ખાવા માટે રૂપિયા આપ્યા હતા એટલે તે નજકની કરિયાણાની દુકાને ચોકલેટ લેવા ગયો હતો.
ત્યાર બાદ પરત ના ફરતા પરીવાર ના સભ્યો એ શોધખોળ કરી હતી પરંતુ ભાળ ના મળતા પોલીસ ફરિયાદ કરી હતી અને આ સમગ્ર ઘટના 28 સપ્ટેમ્બર, 2018 મા બની હતી.

પોલીસ તપાસ દરમ્યાન ચોકાવનારી વિગતો સામે આવી હતી. હાર્દિકની માતા જોસના અને દિયર રમેશને આડા સંબંધો હતા. હાર્દિક માતા અને કાકાને તેવી હાલતમાં જોઈ ગયો હતો. અને તે કોઈ ને કહી દેશે તો ??આ બાબત ને છુપાવવા માટે રમેશે અને જોસનાએ હાર્દિકનુ અ-પહરણ કર્યુ હતુ અને બાદમા ગળુ દબાવી મોત નિપજાવ્યું હતુ. અને હાર્દિકની લાશ ને સળગાવી સગેવગે કરી હતી.આ ઉપારાંત પોલીસ તપાસ દરમ્યાન અનેક ચોકાવનારી વિગતો સામે આવી હતી.

પોલીસે આરોપી રમેશ ઉર્ફે કટો નવઘણભાઈ તથા જોસના જગદીશભાઈ ની ધરપકડ કરી લીધી હતી. આરોપીઓ હાલ પોલીસ રીમાન્ડ ઉપર છે. તેમજ આરોપીઓ વિરુદ્ધ IPC કલમ 302, 201, 120 (બી), 114 મજુબ કલમ વધારો કરવા કાર્યવાહી કરવામા આવેલ છે. આ ઘાતકી હત્યા સામે આવતા આખા પંથકમાં ચકચાર મચી જવા પામી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!