કબરાઉ ધામમાં ફ્રાન્સના દંપતી દર્શન કરવા પધાર્યા, પૂજ્ય મોગલ બાપુએ કર્યું સન્માન અને કહ્યું કે, ભારતનું ધ્યાન રાખજો…જુઓ વિડિયો
માં મોગલનું પાવન ધામ એટલે કચ્છના ભચાઉ જિલ્લામાં આવેલું કબરાઉ ધામ. જ્યાં માં મોગલ બિરાજમાન છે. માં મોગલ આશીર્વાદથી અનેક ભાવિ ભક્તોની મનોકામનાઓ પૂર્ણ થતી હોય છે, જે અંગેના અનેક પુરાવા સોશિયલ મીડિયામાં પર વિડીયો સ્વરૂપે સામે આવતા હોય છે. સૌથી ખાસ વાત એ છે કે, મોગલ ધામ ખાતે અનેક ભાવિ ભક્તો પોતાની મનોકામના પૂર્ણ થતાં કબરાઉ ધામ માનવતાના પૈસા ધરવા આવતા હોય છે પરંતુ મોગલ ધામના પૂજ્ય મહંત શ્રી મણીધર બાપુ તે પૈસાનો સ્વીકાર નથી કરતા પરંતુ તે પૈસાની ઉપર માતાના પ્રસાદી રૂપે એક રૂપિયો ઉમેરીને તે પૈસા પરિવારની દીકરી તથા બહેનને આપવાનો આગ્રહ કરે છે.
હાલમાં જ મોગલ ધામનો એક ખૂબ જ સુંદર વિડીયો વાયરલ થયો છે, આ વિડીયો જોઇને એ વાત ચોક્કસપણે સમજાય કે, મોગલ ધામ એ અઢારે વરણનું ધામ છે, જ્યાં જ્ઞાતિ કે જાતિના કોઈપણ પ્રકારના ભેદભાવ જોવામાં આવતા નથી. જે પણ માં મોગલના શરણે આવે છે, તેમની સર્વે મનોકામનાઓ માં મોગલ જરૂરથી પૂરી કરે છે, પૂજ્ય શ્રી મણીધર બાપુ અવારનવાર કહેતા હોય છે કે, માં મોગલ એક એવી શક્તિ છે, કે જેની પાસે તમે એક આંસુ વહાવો તો પણ તમારા ભાગ્યમાં ન હોય તો પણ એ તમને આપશે.
ખરેખર આસ્થાનું પરમ મોગલ ધામ ગુજરાતનું સૌથી આધ્યાત્મિક સ્થાન છે. હાલમાં જ આ ધામ ખાતે ફ્રાન્સથી આવેલ દંપતીનું શ્રી મણીધર બાપુ એ ખેસ ઓઢાડીને સન્માન કર્યું તેમજ સૌથી ખાસ વાત એ કે બાપુ તેમની ભાષા ભલે નહોતા સમજતા પરંતુ તેમનો ભાવ સમજીને તેમને આશીર્વાદ આપ્યા. હાલમાં આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, સૌ ભક્તો આ વિડીયો પર જય મોગલ લખીને પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.