GujaratViral video

લાખો કરોડોની નેટવર્થ હોવા છતાં અંબાણી પરિવારની સાદગી તો જુઓ ! ચોરવાડમાં યોજાયેલ સમૂહ ભોજમાં સામાન્ય માણસની જેમ ભોજન ગ્રહણ કર્યું…જુઓ વીડીયો

મિત્રો તમને ખબર જ હશે કે આખા ભારત દેશની અંદર જો કોઈ પ્રિ વેડિંગ ફંક્શનની ચર્ચા થઇ હતી તો તે છે અનંત અને રાધિકા મર્ચન્ટના પ્રિ વેડિંગ ફંક્શનની, આ ફંક્શનને એટલા ધૂમધામ થી કરવામાં આવ્યા હતા કે આખી દેશ દુનિયા જોતી જ રહી ગઈ હતી. આ પ્રિ વેડિંગનો ખર્ચો 1000 કરોડ રૂપિયા જેટલો થયો હોવાનું જાણવા મળ્યું હતું જે અંબાણી પરિવારના કુલ સંપત્તિના માત્ર 0.1 ટકા જ સંપત્તિ છે.

પેહલા જામનગર અને હવે અનંત અંબાણી તથા રાધિકા મર્ચન્ટ પોતાના દાદી કોકિલાબેન અંબાણી સાથે જૂનાગઢ ચોરવાડ ખાતે પોહચ્યાં હતા, જ્યા સમૂહ ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું ને લોકોએ પણ ઉપસ્થિતિ આપી હતી, આને લગતા અનેક વિડીયો તથા તસવીરો હાલ સોશિયલ મીડિયા પર સામે આવી રહી છે, જેમાં અમુક વીડિયોમાં જોઈ શકાય છે કે અનંત અંબાણી ચોરવાડ ભૂમિના વખાણ કરતા નજરે પડી રહ્યા છે જયારે અમુકમાં તેઓ ભોજન ગ્રહણ કરતા જોવા મળી રહ્યા છે.

આ વિડીયો વાયરલ થતા જ લોકોએ અનંત-રાધિકાની સાદગીના દીવાના થઇ ગયા હતા અને ખુબ વખાણ કર્યા હતા, એવામાં હાલ આ વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેમાં જોઈ શકાય છે કે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ સાદા માણસની જેમ જ ભોજન લઇ રહયા છે, ખરેખર આટલા બધા કરોડોના માલિક હોવા છતાં ડાવુંન ટુ અર્થ છે તે ખરેખર ખુબ જ વખાણલાયક કહેવાય.

સૌથી ખાસ વાત એ છે કે, અનંત અને રાધિકાએ કોઈપણ પ્રકારની શરમ કે સંકોચ રાખ્યા વગર જ ગામજનો સાથે જ ભોજન કર્યું હતું તેમજ સૌથી ખાસ વાત એ છે કે, રાધિકા અંબાણીએ જાતે ભોજન લેવા લાઈનમાં ઉભા રહ્યા હતા અને જે ભોજન ગામના લોકો માટે બનાવ્યું હતું તે જ ભોજન તેમણે જમ્યું હતું. આ દ્રશ્ય જોઈને અંબાણી પરિવારના સંસ્કાર અને સાદગીની પ્રતીતિ થાય છે.

 

View this post on Instagram

 

A post shared by Mojilu Keshod (@mojilu_keshod01)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!