Gujarat

નવવધુના હાથની મહેંદીનો રંગ ઊતર્યો ન હતો ત્યાં જ સેંથાનું સિંદૂર ભૂંસાઈ ગયું, હ્દય સ્પર્શી ઘટના.

દરેક યુવતિનું એક સ્વપ્ન હોય છે, સૌભાગ્યવતી સ્ત્રી બનીને પોતાનું લગ્ન જીવન પસાર કરવું પરતું ક્યારેક એવી ઘટના બનતી હોય છે, કે એક પળમાં ન થવાનું થઈ જાય છે. હજું તો નવવધુની હાથની મહેંદીનો રંગ નોહતો ઉતર્યો ને ત્યાં જ સેંથાનું સિંદૂર ભૂંસાઈ ગયું. ચાલો ત્યારે જાણીએ કે આખરે બનાવ શુ બન્યો.

વાત જાણે એમ છે કે,બાયડ તાલુકા પંચાયતમાં ફરજ બજાવતા અર્પીત ચીમનભાઈ પટેલ નામના યુવકની બાઈકને ધનસુરા-બાયડ રોડ પર આવેલા સુથારી કંપા નજીક ટેંકરે અડફેટે લેતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો ટેંકરની અડફેટે અર્પીત રોડ પર પટકાતા શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું

આ યુવાનનું મુત્યુ થતા જ ઘટના સ્થળે લોકોની ભીડ જામી હતી અને પરિવારજનો ઉમટી પડ્યા હતા. પરિવારજનોએ રુદન થી વાતાવરણમાં ગમગીની છવાઈ હતી અકસ્માતના પગલે પોલીસ ઘટનાસ્થળે પહોંચી યુવકની લાશને પીએમ માટે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી મૃતકની અંતીમક્રિયામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું સમગ્ર પંથકમાં ભારે શોકાગ્નિ છવાઈ હતી.

ખાસ વાત તો એ છે કે, હજુ તો આ યુવાનના 1 મહિના પહેલા લગ્ન થયા હતા અને ત્યાં જ આ યુવાનનું મુત્યુ થતા યુવતી નાની વયે જિંદગીની શરૂઆતમાં જ તેના માથાનું સિંદૂર ભૂંસાઈ ગયું ત્યારે યુવતીનાં જીવનમાં તો અચાનક આભ ફૂટી પડ્યુ. ત્યારે ઈશ્વર તેમની આત્માને શાંતિ અર્પે એજ પ્રાર્થના.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!