રોજના 100 રૂપિયા કમાઈને પોતાનું અને દીકરાનું પર ભોષણ કરતી, લોકો આ સ્ત્રીના કામના પૈસા નથી આપતા.
એક સ્ત્રી માટે જીવન ત્યારે કઠિન બની જાય છે, જ્યારે તેના જીવનમાં આગળ પાછળ કોઈ હોતું નથી. ખરેખર આજની સ્ત્રીઓ એટલી પ્રબળ અને હિંમતવાન બની ગઈ છે કે પોતાનું જીવન જીવવા તે સક્ષમ છે અને એ પણ કોઈ આધાર વિના પરતું ક્યારેક સમાજ પણ તેને મજબૂર કરે છે અને લોકોના સાથ સહકાર વિના જીવન અઘરું જ બની જાય છે. આજે આપણે એક એવી સ્ત્રી ની વાત જાણીશું કે તમે ચોંકી જશો.
વાત જાણે એમ છે કે, એક સ્ત્રી લોકોના કપડામાં પારસી કરીને પોતાનું જીવન ગુજારે છે અને તેના પરિવારમાં પણ કોઈ સભ્ય નથી માત્ર એક દીકરો છે જે નાનો છે અને તે પણ કશું બોલી નથી શકતો. ત્યારે દુઃખ ની વાત તો એ છે કે તે જે કામ કરે છે તેમાં પારસી નાં લોકો તરફથી માંડ 5 , 10, 20 રૂપિયા મળી શકે છે તેમજ રોજના માત્ર 100 રૂપિયા આવે છે તેમાંથી તો ઘરનું ચાલે અને આપણે સૌ કોઈ જાણીએ છે કે આજમાં સમયમાં 100 રૂપિયામાં ઘર કેમ ચલાવું?
જ્યારે બહેન પોતાના કામના પૈસા માંગવા જાય છે તો લોકો તેમમેં સમયસર પૈસા પણ નથી આપતા ત્યારે ખરેખર આપણે સમજવું જોઈએ કે આવા લોકો ને તો પાંચ દસ રૂપિયા વધુ આપી દે તો ભગવાન ખુશ થશે. કારણ કે જે લોકો અનેક સંઘર્ષ થકી પોતાની મહેનત થી પૈસા કમાવતા હોય ત્યારે તેમના સાથે આવું વર્તન કરવું શક્ય નથી.
આ પોપટ ભાઈના વિડીયોમાં તમે જાણી શકશો કે આ સ્ત્રી પોતાનું જીવન એકલા કંઈ રીતે પસાર કરી રહી છે , તેની પાસે દીકરાની ફી ભરવાના માત્ર 300 રૂપિયા નથી નીકળી શકતા ત્યારે વિચારો કેવી પરિસ્થિતિ ખરાબ હશે.!