હોળીના તહેવાર પહેલા સોનાના ભાવમાં મોટો બદલાવ, સોનુ લેવાનું વિચારો છો તો જાણી લો આજનો બજાર ભાવ
હાલમાં હોળીના તહેવાર પહેલા જ સોનાના ભાવમાં ભારે ધરખમ બદલાવ આવ્યો છે, પ્રાપ્ત થયેલ માહતી અનુસાર સોનાના ભાવમાં ઘટાડો નોંધાયો છે, ત્યારે લોકો માટે સોનુ ખરીદવાનો આ સારો સમય છે, આપણે સૌ કોઈ જાણીએ છે કે, સોનાની ખરીદી માત્ર શણગાર માટે જ નહીં પણ રોકાણ માટે પણ એક લોકપ્રિય વિકલ્પ છે. ચાલો અમે આપને જણાવીએ કે આજના સમયમાં સોનાના બજાર ભાવ શું છે?
પ્રાપ્ત થયેલ માહિતી અનુસાર આજની તારીખ 22 મી માર્ચ, 2024 ના રોજ, સુરતમાં 22 કેરેટ સોનાનો ભાવ ₹6,140 પ્રતિ ગ્રામ અને 24 કેરેટ સોનાનો ભાવ ₹6,698 પ્રતિ ગ્રામ છે. ગઈકાલે 21 મી માર્ચ ના રોજ 22 કેરેટમાં ₹49 અને 24 કેરેટમાં ₹36 ઘટાડો થયો હતો.જો તમે સોનાના દાગીના ખરીદવાનું વિચારી રહ્યા છો, તો આજનો દિવસ સારો વિકલ્પ હોઈ શકે છે. ભાવમાં ઘટાડો થયો છે, અને તે ક્યારે ફરી વધશે તે કહેવું મુશ્કેલ છે.
સોનું એક સુરક્ષિત રોકાણ માનવામાં આવે છે, ખાસ કરીને અસ્થિર બજારમાં. જો તમે લાંબા ગાળા માટે રોકાણ કરવાનું વિચારી રહ્યા છો, તો ગોલ્ડ ઇટીએફ અથવા ગોલ્ડ બોન્ડ એક સારો વિકલ્પ હોઈ શકે છે. સોનાના ભાવમાં દરરોજ ફેરફાર થાય છે. ખરીદી કરતા પહેલા ભાવ ચકાસવાનું ભૂલશો નહીં.
સોનાની ખરીદી પહેલા ખાતરી કરો કે તમે જે સોનું ખરીદી રહ્યા છો તે શુદ્ધ છે તેમજ સોનાની ખરીદી કોઈ પ્રતિષ્ઠિત ડીલર પાસેથી કરો.
916 હોલમાર્કવાળું સોનુ ખરીદવાનો આગ્રહ રાખો, કારણ કે સોનુ શુદ્ધ હોય છે, ભવિષ્યમાં પણ સોનાણ ભાવમાં કોઈપણ ફેરફાર થતો નથી અને યોગ્ય વળતર મેળવી શકાય છે. જો તમે પણ હાલમાં સોનુ ખરીદવાનું વિચારી રહ્યા છો તો આજે જ સોનાની ખરીદી કરો, સૌથી ખાસ વાત એ કે, આ બ્લોગ માહિતી પૂરતો સિમિતિ છે, સોનાની ખરીદી પહેલા તમારા સલાહકાર ની સલાહ સૂચનો લો.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.