Entertainment

રબારી સમાજનું ગૌરવ એવા ગીતાબેન રબારીનો રાગ પેરિસમાં ગુંજ્યો, ગુજરાતી ગીતોની રમઝટ બોલાવી તો લોકો ઝુમી ઉઠ્યા… જુઓ તસ્વીર

ગુજરાતના લોકપ્રીય ગાયિકા ગીતાબેન રબારીએ પેરિસમાં ભવ્ય ગરબા નાઈટમાં હાજરી આપી હતી, હાલમાં આ ગરબા નાઈટની ખાસ તસવીરો સામે આવી છે. ખરેખર આ તસવીરોમાં તમે જોઈ શકશો કે પેરિસમાં વસતા સૌ ગુજરાતીઓને પોતાના સૂરીલા કંઠે મત્રમુગ્ધ કર્યા હતા. ખરેખર આ તસવીરો પરથી સાબિત થાય છે કે ગીતાબેન રબારીની લોકપ્રિયતા ખૂબ જ વધુ છે. ચાલો અમે આપને આ ઇવેવન્ટ વિષે વધુ વિગતવાર માહિતી જણાવી કે આખરે કઇ રીતે આ ભવ્ય નાઈટનું આયોજન કરવામાં આવ્યું હતું.

યુનેસ્કો દ્વારા માનવતાના અમૂર્ત વારસા તરીકે માન્યતા પ્રાપ્ત ગુજરાતના લોકપ્રિય નૃત્ય ગરબાની યાદમાં ભારતીય દૂતાવાસ, પેરિસ દ્વારા ” એક શામ ગરબા કે નામ ” નામના ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમની ખાસ વાત એ છે કે તેમાં ગુજરાતના ગૃહમંત્રી શ્રી હર્ષ સંઘવી અને શિક્ષણ મંત્રી શ્રી પ્રફુલ્લ પાનશેરિયાની ઉપસ્થિતમાં ગરબા ક્વીન ગીતાબેન રબારી અને તેમની ટીમ તેમના અદભૂત પરફોર્મન્સથી સૌ ગુજરાતીઓને દીવાના બનાવ્યા હતા. ખરેખર ગીતાબેન રબારીએ પેરિસમાં પણ આપણું ગૌરવ વધાર્યું.

ખરેખર ગીતાબેન રબારીની લોકપ્રિયતા ખુબ જ છે, આ જ કારણે દેશ વિદેશમાં તેઓ ગુજરાતી ગીતો અને ભજનની રમઝટ બોલાવે છે, પેરિસ ખાતે જ્યારે ભવ્ય ગરબા નાઈટનું આયોજન થયું છે, ત્યારે ગુજરાતના લોકપ્રિય કલાકારોમાંથી ગીતાબેન રબારીની પસંદગી થઇ છે, જે આપણા સૌ માટે એક ગૌરવવંતી અને ખુશીની ક્ષણ કહેવાય

હાલમાં સૌ કોઈ ગીતાબેન રબારીના વખાણ કરી રહ્યા છે કારણ કે વિદેશની ધરતી પર તેમણે આપણા ગુજરાતી લોકગીતો અને ભજનોની રમઝટ બોલાવી હતી, ખરેખર ગીતાબેન રબારીએ સૌ ગુજરાતીઓનું દિલ જીતી લીધું અને સૌ કોઈ ગીતાબેન રબારીના વખાણ કરી રહ્યા છે, હાલમાં જ્યાં જુઓ ત્યાં માત્ર ગીતાબેન રબારીની ચર્ચાઓ થઇ રહી છે,

 

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!