રાજકોટ માં બન્યો દુઃખદ બનાવ એમ્બ્યુલન્સ અને ટ્રક વચ્ચે ભયંકર અકસ્માત થતાં, ૩ ના મોત નીપજ્યા….પૂરી ઘટના જાણીને કાળજું કંપી જશે..
હાલમાં જ એક દુઃખદ ઘટના સામે આવી છે, આ દુઃખદ ઘટના વિશે જાણીને તમારું હૈયું કંપી જશે. ખરેખર આ ઘટના ખૂબ જ દુઃખદ છે. સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે,
ચોટીલા-રાજકોટ હાઇવે ઉપર એમ્યુલન્સ અને ટ્રક અકસ્માતની દુઃખદ ઘટના બની છે, આ બનાવમાં ત્રણ લોકોનાં મોત થયા છે. ચાલો આ બનાવ અંગે વિગતવાર જાણીએ.
દિવ્યભાસ્કર ના અહેવાલ અનુસાર જાણવા મળ્યું છે કે, સાડા દસ વાગ્યા આજુબાજુ ચોટીલા તાલુકાના રાજપરા ગામે રહેતાં કાજલબેન હરેશભાઈ મકવાણા હોસ્પિટલે તેમની 18 વર્ષીય દીકરી તથા દીકરા સાથે સારવાર લેવા આવ્યાં હતાં.
આ બનાવમાં જાણવા મળ્યું હતું કે, ચોટીલા રેફરલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન દર્દીને વધારે તકલીફ થતી હોવાથી ડોક્ટરે રાજકોટ હોસ્પિટલ જવાનું કહ્યું હતું આ કારણે તેઓ ખાનગી એમ્બ્યુલન્સમાં રાજકોટ જવા નીકળ્યા હતા પરંતુ વિધાતાએ એવા લેખ લખ્યા કે ન થવાનું થઇ ગયું. કોઈ એ કલ્પનામાં ન વિચાર્યું હોય તેવો બનાવ બની ગયો.
ચોટીલાથી રાજકોટ તરફ આપાગીગાના ઓટલા નજીક એમ્બ્યુલન્સ ટ્રક સાથે ધડાકાભેર અથડાતાં એક સાઈડનો કૂચડો બોલી ગયો હતો, ઈજાગ્રસ્ત ને હોસ્પિટલ દાખલ કરતા ફરજ પરના ડોક્ટરે ગીતાબેન જયેશભાઈ મિયાત્રાને મૃત જાહેર કર્યાં હતાં. તેમજ પાયલ હરેશભાઈ મકવાણા અને એમ્બ્યુલન્સના ડ્રાઈવર વિજય જીવાભાઈ બાવળિયને 108 મારફતે રાજકોટ રિફર કરાયા હતા. જે બંને રાજકોટ પહોંચતા પહેલાં મૃત્યુ પામ્યાં હતાં. આપણે ઈશ્વરને પ્રાથના કરીએ કે મૃતકની આત્માને શાંતિ મળે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.