Gujarat

વિદેશના બીચને પણ ટક્કર આપે એવા છે, સૌરાષ્ટ્રના આ સુંદર દરિયા કિનારા, ઉનાળામાં જરૂરથી ફરવા જજો, જુઓ ખાસ તસવીરો….

ઉનાળામાં ફરવાનું વિચારી રહ્યા છો, તો સૌરાષ્ટ્રમાં આવેલ દરિયા કિનારાની મુલાકાત અચૂક પણે લેજો કારણ કે આવી કાળજાળ ગરમીમાં તમને દરિયા કિનારા રાહત આપશે. ખરેખર આ સૌથી ખાસ દરિયા કિનારા છે, કે ખૂબ જ મનમોહક પણ છે. ચાલો અમે આપને વધુ વિગતવાર જણાવીએ કે, આખરે સૌરાષ્ટ્રના દરિયા કિનારા ક્યાં ક્યાં છે, જે તમારા સમર વેકેશનને યાદગાર બનાવી શકે છે.

 

સૌરાષ્ટ્રમાં સૌથી પ્રખ્યાત અને કાશ્મીર ગણાતો દરિયો કિનારો એટલે ચોરવાડ બીચ: અહીં સમુદ્રકિનારે સ્થિત હોલિડે કેમ્પ માટેનું પ્રખ્યાત સ્થળ છે, જ્યાં નવાબીકાળનો હવામહેલ આવેલો છે. તે ઉપરાંત સમુદ્ર કિનારે ભવાની માતાજીનું અને દાઢેશ્વર મહાદેવનું મંદિર પણ આવેલું છે.

માધવપુર બીચ : આજુબાજુનાં પંથકને ઘેડ પ્રદેશ તરીકે ઓળખાય છે. આ ભુમિ ખાસ તો શ્રી કૃષ્ણની લગ્નભુમિ તરીકે વધારે પ્રખ્યાત છે. અહીંયાની દરિયા કિનારો સૌરાષ્ટ્રનો સૌથી સુંદર દરિયા કિનારો છે અને આ કિનારો અતિ શાંત અને નયનરમ્ય છે. ખરેખર આ દરિયા કિનારાની મુલાકાત દરમિયાન અનેક એડવેન્ચર પણ કરી શકો છો.

સોમનાથ બીચ : ભગવાન ભોળાનાથના સાનિધ્યમાં આ બીચ તમને આનંદ દાયક અનુભવ કરાવશે. સોમનાથમાં ખાસ બીચનો આનંદ માણવા માટે સમુદ્ર પંથ બનાવવામાં આવેલ છે, જેથી લોકો દરિયાની સુંદરતા માણી શકે. તેમજ ખાસ અહીંયા અનેક એક્ટિવિટીઓ પણ છે, જે તમારી ટ્રીપને વધુ યાદગાર બનાવશે.

શિવરાજ પુર બીચ : શિવરાજપુર ઓખા-દ્વારકા માર્ગ પર દ્વારકાથી ૧૨ કિમીના અંતરે આવેલું છે. સમુદ્રતળની ગુણવત્તા અને સંરક્ષણ અને પ્રવાસીઓની સલામતી સહિત ‘બ્લુ ફ્લેગ’ પ્રમાણપત્ર મેળવવા માટે ત્યાં ૩૩ કડક માપદંડો છે. દરિયા કિનારે પ્રવાસન ધીરે ધીરે વધી રહ્યું છે. ‘બ્લુ ફ્લેગ’ બીચની ઘોષણા પછી તેની સુંદરતા પાછળ નાણાં ખર્ચવા અને તેને આંતરરાષ્ટ્રીય ધોરણના એક મુખ્ય પર્યટક સ્થળો તરીકે વિકસાવવાનો નિર્ણય લીધો છે. હાલમાં સમર વેકેશન માટે આ ખાસ સ્થળ બની ગયું છે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!