Gujarat

ગુજરાતમાં આ દિવસો રહેશે અતિ આકરા! હવામાન વિભાગે કરી હિટવેવની આગાહી, ગરમીનો પ્રકોપ આ શહેરમાં વધશે.. જાણો વિગતે

હાલમાં સૌ કોઈ કાળઝાળ ગરમીનો ત્રાસ અનુભવી રહ્યા છે, આપણે સૌ કોઈ જાણીએ છે કે ગરમી શરૂ થતા જ અનેક સમસ્યાઓ પણ ઉદભવે છે. ખાસ કરીને ગરમીની ઋતુમાં તમામ શરીરની ખાસ સંભાળ રાખવી જરૂરી છે, હાલમાં જ હવમાન વિભાગે હિટ વેવની આગાહી કરી છે. ચાલો અમે આપને જણાવીએ કે આખરે ક્યાં સમય અતિ ગરમી થશે અને હિટવેવ દરમિયાન ખાસ કઈ તકેદારી રાખવી જોઈએ, તે અંગેની તમામ માહિતી અમે આપને જણાવીએ.

માર્ચ મહિનામાં જ મેં જેવી ગરમી સહન કરવી પડી રહી છે, ગરમીના કારણે સૌ કોઈ ત્રાહિમામ થઇ ગયા છે. હાલમાં જ હવામાન વિભાગની આગાહી પ્રમાણે જાણવા મળ્યું છે કે, બે દિવસ હીટવેવની અસર જોવા મળશે. આગાહી અનુસાર આગામી બે દિવસ સુધી ગુજરાતમાં હવામાન ડ્રાય રહેશે. સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં હીટવેવની ની ચેતવણી આપવામાં આવી છે.

 

ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં આગામી ત્રણ દિવસમાં વોર્મ નાઇટ રહેવાની આગાહી છે. અમદાવાદ અને ગાંધીનગરમાં વોર્મ નાઇટ રહેવાની પણ સંભાવના છે.ભુજમાં છેલ્લા 24 કલાકમાં અધિકત્તમ તાપમાન 41.6 ડિગ્રી નોંધાયું છે. જે હીટવેવમાં ફોલ થઈ ગયું છે. અમદાવાદમાં 39.2 ડિગ્રી અને ગાંધીનગરમાં 39.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે. પોરબંદર, કચ્છ અને ગીર સોમનાથમાં હીટવેવની સ્થિતિ સર્જાઈ હતી. રાજ્યભરમાં હાલ પણ અંગ દઝાડતી ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે.

 

હીટવેવ એ ગરમીનો લાંબો સમયગાળો હોય છે જે તમારા સ્વાસ્થ્ય માટે ખતરનાક બની શકે છે. ગરમીના તાપમાનમાં વધારો થવાથી શરીરને ગરમી રેડવામાં મુશ્કેલી પડે છે, જેનાથી ગરમી લગવાનું જોખમ વધે છે. હીટવેવમાં સાવચેતી રાખવી જરૂરી છે જેથી તમે તમારી જાતને ગરમીથી બચાવી શકો.

પાણી પીવું હીટવેવ સામે રક્ષાનો પ્રથમ આધાર છે. દિવસભરમાં પુષ્કળ પ્રમાણમાં પાણી પીવો, ભલે તમને તરસ ન લાગે. બહાર નીકળતી વખતે અને પછી પણ પાણી પીવાનું ન ભૂલો. ઠંડા પાણી અથવા ઇલેક્ટ્રોલાઇટ યુક્ત પીણાં પીવાથી શરીરને ઠંડક રહેવામાં મદદ મળે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!