તમારા વાહન પર મોગલ માંનું નામ લખવું કે નાં લખેલું હોય તો! મણીધર બાપુની આ વાત ખાસ સાંભળજો, જાણો બાપુએ શું કહ્યું
ગુજરાતીની ઓળખ તેની રહેણીક એની પરથી ઓળખાઈ જ આવે છે ખાસ કરીને ગુજરાતીઓ પોતાની કારમાં અને પોતાના કુળદેવી દેવતાઓનું નામ લખાવતા હોય છે અને ખરેખર એ દરેક લોકોની શ્રદ્ધા છે. એક વાત જાણવા મળી છે કે, મોગલ ધામના પરમ પૂજ્ય બાપુ શ્રી મણધરી બાપુએ એક વાત જણાવી છે. શું કાર ઉપર મા મોગલ નું નામ લખવું એ યોગ્ય છે કે નહીં અને જો ના લખતા હોય તો એ તો અતી ઉત્તમ છે. જો તમે લખતા હોય તો શું ધ્યાન રાખવું જોઈએ એ પણ જણાવ્યું છે અને નામ શા માટે ના રાખવું જોઈએ તેના વિશે પણ બાપુએ સચોટ માહિતી આપી છે .
ખરેખર એક વાત તો સત્ય છે કે, આપણે જેનું નામ લઈને જગત આખામાં ફરીએ છીએ તો આપણી એ ફરજ તો બને છે કે એ નામને ક્યારેય કાળો ડાઘ ના લાગવો જોઈએ. ધ્યાન એ આપણે રાખવાનું છે કે, બાપુએ પોતાના શબ્દોમાં શું કહ્યું છે. જો તમે તમારી કાર ઉપર કે બીજા કોઈ અન્ય વાહનો પર માં મોગલ નું નામ લખતા હો અથવા તમે કોઈ એવા આભૂષણ પહેરતા હોય જેમાં મોગલ નો ફોટો હોય કે કોઈ મા મોગલ નું નામ લખેલું હોય તો તમારે કઈ વાતનું ધ્યાન રાખવું જોઈએ. એ બાપુએ પોતાના શબ્દોમાં કરી છે, આ શબ્દો તમને જરૂરથી સમજાઈ જશે તો ચાલો આપણે આ બ્લોક દ્વારા જાણીએ કે બાપુએ શું જણાવ્યું.
મણીધર બાપુએ વાત કરતાં જણાવ્યું હતું કે, તમે માં મોગલ નું નામ રાખો એમાં કોઈ વાંધો નથી પરંતુ આ નામ લખવું ન જોઈએ. લોકો ગાડીની અંદર લખ્યું હોય છે કે મોગલ કૃપા અને ગાડીઓની અંદરથી ઘણી વખત દારૂની બોટલો પણ નીકળતી હોય છે. આ વસ્તુ તે લોકોએ ક્યારે કરવી જોઈએ નહીં. આ બધી વસ્તુ ઘણી વખત ખૂબ જ તકલીફ આપે છે. માં મોગલ નું નામ રાખો છો તો બીજી કંઈ ખોટી વસ્તુ ન હોવી જોઈએ.
જ્યારે કોઈ ગાડી લઈને જાય છે ત્યારે ગાડીને કોઈ રોકતું નથી અને પોલીસ અધિકારીઓ પણ કહે છે કે આ તો બાપુ ની ગાડી છે જવા દો. પરંતુ હું દરેક લોકોને કહું છું કે ગાડીમાં હું હોવ અથવા તો ના હોવ તો પણ ગાડી ચેક કરી લેવી જરૂરી છે. માં મોગલ ની છબી પણ ગળાની અંદર પહેરતા હોય છે અને અમુક લોકો વીંટી પણ પહેરતા હોય છે તો અમુક નિયમો પણ પાડવા પડે તમે માતાજીની છબી વાળી વીંટી પહેરો તો તેમાં કંઈ ખોટું નથી પરંતુ મોગલ મા ની વીંટી પહેરીને તમે રાત્રિના સમયે બે ગ્લાસ બે ગ્લાસ પેક મારો તે પણ વાત ખૂબ જ ખોટી છે. ટૂંકમાં એટલી વાત કે, જો તમેં નામ રાખો છો તો માનું નામ ખરાબ થાય એવું કાર્ય ન કરવું જોઈએ.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.