80 વર્ષના વૃદ્ધના પ્રેમમાં પડી 34 વર્ષીય મહિલા, કરી લીધા લગ્ન!! સોશિયલ મીડિયા દ્વારા થઈ મિત્રતા અને.. જાણો ક્યાંનો છે બનાવ
આ જગતમાં પ્રેમ કરનાર ને કોઈપણ નથી રોકી શકતું. કહેવાય છે ને, પ્રેમ આંધળો હોય છે. પ્રેમ કરનાર વ્યક્તિ ક્યારેય પણ જાતિ, ધર્મ નથી જોતું. હાલમાં જ એક અનોખી પ્રેમ કહાણી સામે આવી છે. આ અનોખો કિસ્સો છે, મધ્યપ્રદેશના અગર માલવા જિલ્લાનો છે. તમને જાણીને નવાઈ લાગશે કે એક વૃદ્ધે પોતાની કરતાં અડધી ઉંમરની મહિલા સાથે લગ્ન કર્યા.
વાત જાણે એમ છે કે, સુસનર નજીકના મગરિયા ગામમાં રહેતા બાલુરામ બાગરી એ મહારાષ્ટ્રના અમરાવતીની રહેવાસી શીલા ઈંગલે સાથે લગ્ન કર્યા હતા. બાલુરામની ઉંમર ૮૦ વર્ષની છે, જ્યારે શીલાની ઉમર ૩૪ વર્ષની છે.
આ બંને સોશિયલ મીડિયાના માધ્યમથી મિત્રો બન્યા અને પછી આ મિત્રતા પ્રેમમાં પરિણમી અને લગ્નમાં પરિણમી. આ પછી બંનેએ કોર્ટમાં જઈને વકીલ મારફતે કોર્ટ મેરેજ માટેના દસ્તાવેજો જમા કરાવ્યા હતા.
દંપતીએ કોર્ટ પરિસરમાં સ્થિત હનુમાન મંદિરમાં એકબીજાને માળા ચઢાવીને હિન્દુ રીતરિવાજ મુજબ લગ્ન કર્યા હતા. વાસ્તવમાં વર-વધૂ બાલુરામ બાગરી આ ઉંમરે પણ સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. તેના અનુયાયીઓ પણ મોટી સંખ્યામાં છે. દરમિયાન એક દિવસ તેની શીલા ઈંગલે સાથે વાતચીત થઈ હતી. ઘણા દિવસો સુધી વાતચીત ચાલુ રહી. બંનેએ એકબીજાના મોબાઈલ નંબર શેર કર્યા અન વાતચીત પ્રેમમાં પરિણમી એટલે જ કહેવાય છે કે પ્રેમ આંધળો હોય છે, પ્રેમ ને કોઈ સીમાડા નથી નડતા.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.