લગ્ન મા કેમેરામેને ફોટા પાડતા એવી હરકત કરી કે વરરાજા એ એક લાફો ચડાવી દીધો, જોવો વિડીઓ
ખરેખર લગ્ન એ જીવનનો સૌથી યાદગાર પ્રસંગ છે અને દરેક નાં લગ્નમાં કંઈક ને કંઈક એવી ઘટના બને છે જે જીવનભરનું સભરાણું બની જાય છે. ક્યારેક રમુજી તો કયરેક ઉદાસ ભરેલા માહોલમાં એવી ઘટના સર્જાય છે કે આપણે સૌ કોઈ ચોંકી જઈએ છીએ. હાલમાં સોશિયલ મીડિયામાં એક એવો વીડિયો વાયરલ થઈ રહ્યો છે કે તેને જોઈને હસવું પણ આવશે અને આશ્ર્ચર્ય પણ પામી જશો.
આપણે સૌ કોઈ જાણીએ છે કે હાલના સમયમાં લગ્નમાં ફોટોગ્રાફર ખૂબ જ મહત્વનું ભાગ ભજવે છે અને ફોટોગ્રાફી વિના તો લગ્ન હવે અધૂરા ગણાય કારણ કે આ ફોટોગ્રાફનાં લિધે તમારી આ પળો જીવનભર સંગાથે રહે છે. આપણે સૌ કોઈ જાણીએ છે કે લગ્નમાં ફોટોગ્રાફીનો શોખ સૌથી વધુ હોય છે બીજા લોકોને અને પતિ પત્ની અવનવા પોઝ આપીને ફોટોશૂટ કરાવે છે. એમાં પણ સૌથી વધુ હેરાન જો કોઈ કરે તો તે ફોટોગ્રાફર હોય છે.
ફોટો ગ્રાફરનું કામ છે સારા સારા ફોટો ક્લિક કરવાનું અને તેના માટે તે ગમે તે કરી શકે છે. હાલમાં જે વિડીઓ વાયરલ થયો તેમાં આવી જ ઘટના બની છે. એક તરફ સ્ટેજ પર ફોટોગ્રાફર યુવતીના ફોટો ક્લીક કરવા માટે તેને સમજાવી રહ્યોછે અને સારો પોઝ મળે તે માટે થઈને એ ફોટોગ્રાફર યુવતીનાં ચહેરાને ટચ કરે છે અને બાજુમાં ઉભેલ પતિને આ નાં ગમ્યુ અને તેને ફોટોગ્રાફર ને થપ્પડ જડાવી દીધી ત્યારે બે ઘડી તો ફોટોગ્રાફર પણ ચોંકી ગયો અને તે જોતો જ રહ્યો.
આ ઘટનામાં સૌથી વધારે આનંદ જોનાર લોકોને આવ્યો અને એમાં પણ પોતાના પતીને જોઈને દુલ્હન તો હંસી હનસીને લોટપોટ થઈ ગઇ અને તે સ્ટેજ પર જ બેસી ગઈ અને ત્યારબાદ કેમેરામેન પણ આ જોઈને હસવા લાગ્યો. આ થોડીક ક્ષણનો વીડિયો સૌ કોઈને હસાવી રહ્યો છે.