ઇન્સ્ટાગ્રામનો ફેમસ તાંઝાનિયાનો યુવક આવ્યો ગુજરાતના પ્રવાસે, અનેક ગુજરાતી ગીતો પર રીલ્સ બનાવી ચુક્યો છે.
બૉલીવુડ અને ગુજરાતી ગીતોનું લિપસિંક કરનાર કિલી પોલ હાલમાં ગુજરાતનો મહેમાન બન્યો છે. આપને જણાવી દઈએ કે કિલી પોલ અને નીમા નામના આ આફ્રિકન ભાઈ-બહેનના સોશિયલ મીડિયા પર ગીતોનું લિપસિંક કરે છે, ઇન્સ્ટાગ્રામ (Instagram)પર કિલી_પોલ નામના એકાઉન્ટ પર તેમના લાખો ચાહકો પણ છે. હાલમાં કિલી પોલ આપણા ગુજરાતના અમદવાદ શહેરનો મહેમાન બન્યો છે. ચાલો અમે આપને વિગતવાર જણાવીએ કે આખરે કિલી પોલ ગુજરાતનો મહેમાન શા માટે બન્યો છે?
આપણે જાણીએ છે કે, કિલી પોલ હાલમાં સોશિયલ મીડિયા પર ફેમસ છે અને તેમના લાખો લોકો ચાહક છે. ગુજરાતમાં પણ તેની ખુબ જ લોકપ્રિયતા છે અને આ જ કારણે અમદાવાદમાં આયોજીય એક વેડિંગમાં કિલી પોલને પ્રાઇવેટ ઇવેન્ટમાં હાજરી આપવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હોવાથી કિલી પોલ ભારતના ગુજરાત દેશના સૌ પ્રથમવાર મહેમાન બન્યા છે.
હાલમાં જ વિરલ ભાયાણીના સોશિયલ મીડિયા પર એક વિડીયો પોસ્ટ કરવામાં આવ્યો છે. આ વિડીયોમાં જોઈ શકશો કે કિલી પોલને એરપોર્ટ પર સ્પોટ કરવામાં આવેલ છે અને તમે જોઈ શકશો કે કોઈપણ જાતના અભિમાન વગર કિલી પોલે સૌ ચાહકો સાથે હાવભાવ વ્યક્ત કર્યો હતો. ખરેખર ગુજરાતની ધરતી પર કિલી પોલ પધારેલ જે એક ગૌરવની વાત કહેવાય.
આ પહેલા પણ ભારતીય દુતાવાસ દ્વારા કિલી પોલનું સન્માન કરવામાં આવેલ અને સૌથી ખાસ વાત એ છે કે. કિલી પોલ એ આપણી ભાષા સમજતો ન હોવા છતાં પણ દરેક ગીતો સાથે તેનું લિપસિંક એકદમ પરફેક્ટ હોય છે. આ જ કારણે લોકોમાં તેમની આટલી લોકપ્રિયતા છે. આજે જ્યારે તેઓ અમદાબાદના મહેમાન બન્યા છે, ત્યારે સૌ ચાહકોમાં પણ ખુશીઓનો માહોલ છવાઈ ગયો છે.