2010માં શહીદ થયેલ જવાનની દીકરીના લગ્નમાં પહોંચ્યા CRPF ના જવાન, કર્યું ~દીકરીનું~ કન્યાદાન ને આપ્યો લાખોની કરિયાવર, જાણો ક્યાંનો છે કિસ્સો…
કન્યાદાન એ જગતનું સૌથી મહાદાન છે. હાલમાં જ કન્યાદાનનો હ્નદયસ્પર્શી બનાવ સામે આવ્યો છે. મીડિયા દ્વારા પ્રાપ્ત થયેલ માહિતી અનુસાર વર્ષ 2010 માં શહીદ થયેલ જવાનની દીકરીના લગ્નમાં પોહચ્યાં CRPF જવાન, કર્યું કન્યાદાન do જવાનોની આવી કામગીરી બદલ એક લાઈક કરવી જ પડે! ચાલો આ સરાહનીય કામગીરી બદલ આપણે વિગતવાર માહિતી જાણીએ કે, આખરે શા માટે જવાનોએ આ દીકરીનું કન્યાદાન કર્યું?
આ પ્રેરણાદાયી કિસ્સો રાજસ્થાનના અલવર ગામનો છે. દેશના જવાનો માત્ર ભારત માતાની રક્ષા જ નથી કરતા પરંતુ તેમની અંદર માનવતાનો શ્રેષ્ઠ ધર્મ રહેલો છે, જેથી સેવા પરમ ધર્મને સાર્થક કરીને તેમને એક ઉત્તમ કાર્ય કર્યું છે. જવાનોએ માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું. શહીદ સૈનિકની પુત્રીના લગ્ન કરાવીને સૌ જવાનોએ પિતા અને ભાઈની ફરજ નિભાવી હતી.
આ બનાવ અંગે વિગતવાર માહિતી જાણીએ તો અમર શહીદ રાકેશ મીણાની પુત્રીના લગ્ન 23 એપ્રિલના રોજ રાજગઢ સબડિવિઝન વિસ્તારના દુબ્બી ગામમાં થયા હતા. આ લગ્નમાં CRPFના અધિકારીઓ પણ આવ્યા હતા અને કન્યાદાન કર્યું હતું. દુલ્હનના પિતા 2010માં શહીદ થયા હતા રાકેશજીના ગયા બાદ પરિવાર નિરાધાર બન્યો હતો.
શહીદ રાકેશ મીણાને ચાર પુત્રીઓ છે. જેમાંથી મોટી પુત્રી સારિકાના લગ્ન કાઠુમારના રહેવાસી નરેન્દ્ર મીણા સાથે 23 એપ્રિલના રોજ થયા હતા. આ લગ્નમાં CRPF અધિકારીઓએ સારિકાને આશીર્વાદ આપ્યા હતા. આ દરમિયાન સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સના ડીઆઈજી સંજય સાથે બે કમાન્ડન્ટ્સ, ઈન્સ્પેક્ટર, રાજગઢના નાયબ પોલીસ અધિક્ષક મનીષા મીના અને સીઆરપીએફ બટાલિયનના જવાનો હાજર હતા.
લગ્ન દરમિયાન સારિકાના ખાતામાં CRPF ફંડમાંથી 1 લાખ 51 હજાર રૂપિયા જમા થયા હતા. સેન્ટ્રલ ગ્રુપ અજમેર બટાલિયન વતી, તેણીએ એસી, મિક્સર, ઇલેક્ટ્રોનિક સ્ટોવ અને અન્ય વસ્તુઓ ભેટમાં આપી અને 21 હજાર રૂપિયા રોકડા આપીને દીકરીને આશીર્વાદ આપ્યા અને તેમના પરિવારને સાથ સહકાર આપ્યો હતો. સૌ જવાનોએ એક પિતા અને એક ભાઈની ફરજ નિભાવતી વખતે CRPF જવાનોએ સારિકાની આંગળી પકડીને લગ્નના માંડવે લઇ ગયેલા અને આ લગ્નમાં માનવતાની લાગણી મહેકી ઉઠી હતી.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.