Gujarat

મોગલ બાપુએ જૂનાગઢની આહીર સમાજની દીકરીના પહેરવેશમાં કર્યા ખોબલે ખોબલે વખાણ..જુઓ વિડિયો!

હાલમાં સોશિયલ મીડિયા પર જૂનાગઢ શહેરના આહીર સમાજની દીકરીઓનો એક ખૂબ જ સુંદર વિડીયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં તમે જોઈ શકશો, મોગલ ધામ બાપુએ આ બંને આહીર સમાજની દીકરીઓના ખૂબ જ વખાણ કર્યા અને બાપુએ બંને દિકરીને શુભ આશિષ આપ્યા. ચાલો અમે આપને આ વાયરલ વિડીયો વિશે વિગતવાર માહિતી આપીએ. ખરેખર આ આહીર સમાજ ની દીકરીઓએ એવું કરી બતાવ્યું કે, આજના દરેક સમાજના યુવાનો માટે શીખવા જેવી વાત છે.

જૂનાગઢના આહીર સમાજનાં ભાદરકા પરિવારની દીકરી ખુશીબેન અને ભક્તિબેન માં મોગ્લનાના દર્શનાર્થે કબરાઉ ધામ પધાર્યા હતા. સૌથી ખાસ વાત એ છે કે, આ બન્ને દીકરીઓએ આહીર સમાજનો પરપંરાગત પહેરવેશ પહેર્યો હતો. આ બંને દીકરીઓને જોઇને મોગલ ધામના બાપુ ખૂબ જ રાજી થયા હતા અને કહ્યું હતું કે, આવા પહેરવેશ પહેરીને આવો એટલે બાપુ નોંધણી લે.

બાપુએ કહ્યું કે, હજુ સંસ્કૃતિ છે મરીપડવાની નથી. તું આહીરનું સંતાન છો અને એમાં એ અમારું મોહાળ. એમાં કાંઈ બાકી ન રહે. બાપુ બન્ને દીકરીના ઓવારણાં લઈને કહે છે કે, ખમ્મા મારી દીકરીઓ. સોરઠનું સંતાન છે. હજુ ઉગીને ઊભી થઈ છે, પણ ફૂલ છે દીકરી. એનો પહેરવેશ જોવો. ખરેખર આ બન્ને દીકરીઓએ બાપુનો ખૂબ જ રાજીપો મેળવ્યો.  હાલમાં ચારેતરફ આ દીકરીઓની વાહ વાહ કરી રહ્યા છે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!