રાજકોટના 22 વર્ષીય યુવકે નદીમાં કૂદીની જીવન લીલા સંકેલી, આત્મહત્યા કરતા પેહલા જણાવ્યું આત્મહત્યાનું કારણ..વિડીયોમાં કહ્યું હતું કે…
આજ રોજ રાજકોટ શહેરમાં એક દુઃખદ ઘટના સામે આવી છે, દિવ્યભાસ્કરના અહેવાલ અનુસાર જાણવા મળ્યું છે કે મેટોડા GIDC ગેટના જીજ્ઞેશ પાર્કમાં રહેતા અને કારખાનામાં મજૂરી કામ કરનાર અજય ચૌહાણ નામના 22 વર્ષીય યુવકે આત્મહત્યા કરીને પોતાનું જીવન ટૂંકાવ્યું છે. આત્મહત્યાનું કારણ જાણીને તમે પણ ચોકી જશો. ચાલો અમે આપને વિગતવાર માહિતી જણાવીએ કે આખરે આ યુવાને ક્યાં કારણોસર પોતાનું જીવન ટૂંકાવ્યું? આ ઘટના ખુબ જ દુઃખદ છે, પરિવારમાં પણ શોકનો માહોલ છવાઈ ગયો છે.
પ્રાપ્ત થયેલ માહિતી અનુસાર મુર્તક અજયે આપઘાત કરતા પહેલા એક વીડિયો બનાવ્યો, જેમાં આપઘાત કરવાનું કારણ જણાવ્યું ત્યારબાદ વાગુદડ ગામની નદીમાં કૂદીને પોતાનું જીવન ટૂંકાવી લીધું. આ બનાવના જાણવા મળ્યું છે કે, અજયે જણાવેલું છે કે, તેને પોતાનું જીવન એટલા માટે ટૂંકાવ્યું છે કે,
મેટોડાની કિર્તી (કિરુડી) નામની યુવતી અને રૈયાધારમાં રહેતાં રાહુલ (રાહુલિયો)એ હનીટ્રેપમાં ફસાવી રૂપિયા પડાવી સતત હેરાન પરેશાન કરતાહતા.
મૃતક અજય મૂળ હાડાટોડા ગામનો વતની છે, પોતાનું જીવન ટૂંકાવી લીધા પહેલા તેને એક વિડીયો બનાવ્યો જેમાં તેણે કહ્યું કે, મમ્મી હું બાલાજીના પૂલે છું અને હું મરી જાઉ છું, મારા મરવાનું કારણ કિરૂડી અને રાહુલિયો બે જ છે, બીજા કોઈ નિર્દોષ હેરાન ન થાય, મારી પાછળ કોઈ રોતા નહીં, હું બહુ રોયો છું મા, મેં બધાયનું રોઈ લીધુ છે, મને માફ કરી દેજો બને તો.’ આ વિડીયો તેને પોતાના વોટસએપના સ્ટેટ્સમાં રાખીને જીવન ટૂંકાવી લીધું. આ બનાવની જાણ થતા જ ફાયરબ્રિગેડના સ્ટાફે સ્થળ પર પહોંચી પાણીમાંથી મૃતદેહ શોઘીને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવેલ અને હાલમાં પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.