મહીસાગરમાં બન્યો લગ્નનો અનોખો કિસ્સો!! 75 વર્ષના આ દાદાએ 60 વર્ષીય વૃદ્ધા સાથે પ્રભુતામાં પગલાં માંડ્યા…જાણો પુરી કહાની
ખરેખર જમાનો જવે બહુ બદલાય ગયો છે, ઘડપણના ઉંબરે આવીને વૃધ્ધો હવે ફરી જુવાની જેવો જોશ રાખીને જીવનના અભરખા પુરા કરી રહ્યા છે. હાલમાં જ 82 વર્ષના ઉંમરે એક વૃદ્ધ દાદાએ 65 વર્ષના વૃદ્ધ મહિલા સાથે સંસાર માંડ્યો હતો. ફરી એકવાર આવી ઘટના સામે આવી છે. વાત જાણે એમ છે કે, ગુજરાતના મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના અમેઠી ગામમાં ખુબ જ અનોખા લગ્ન થયા. આ લગ્નના કારણે યુવાનોમાં પણ કુતુહલ સર્જાયું છે. ખરેખર આ ઘટના ખરેખર નવાઈ પમાવે તેવી છે.
75 વર્ષના ઉંમરે સાયબાભાઈએ ફરી લગ્ન કરવાનું વિચાર્યું કારણ કે તેમનું જીવન ખુબ જ એકલતાથી ભર્યું હતું. જીવનમાં જીવનસાથીનો સાથ ખુબ જ જરૂરી છે. પ્રાપ્ત થયેલ માહિતી અનુસાર 75 વર્ષીય સાયબાભાઈ ડામોરે 60 વર્ષીય કંકુબેન સાથે મંદિરમાં ગ્રામજનોની હાજરીમાં સામાજિક રીત-રિવાજ મુજબ લગ્ન કર્યા હતા.
સાયનબાભાઈની પત્નીનું વર્ષ 2020માં દુઃખદ નિધન થયું હતું. તેમને સંતાનમાં એક દીકરી હતી જેના લગ્ન થઇ ગયેલા. આ કારણે સાયબાભાઈનું જીવન એકલવાયુ હતું, જેથી તેમને 60 વર્ષના કંકુબેન મંદિરમાં સામાજીક રીત રીવાજ મુજબ લગ્ન સંપન્ન થયા હતા.આ લગ્નમાં ગામના લોકો પણ ખાસ જોડાયા હતા અને ધામધૂમથી સાયબાભાઈના લગ્ન કરેલા.
પ્રભુતામાં પગલા માંડવા બદલ ગામજનોએ ખુબ ખુબ શુભકામનાઓ પાઠવી હતી. ખરેખર લગ્ન આપણને સૌ કોઈને એક ખાસ સંદેશ આપે છે કે, જીવનમાં એક જીવનસાથીનો સાથ જરૂરી છે. ઘડપણની ઉંમરે તો જીવનસાથીનો સાથ ખુબ જ જરૂરી છે, જીવન એકલવાયું જીવવા કરતા એક જીવનસાથીનો સાથ હોય તો આ ભવસાગર તરવાના સરળતા રહે છે, પોતાના જીવનસાથી સાથે સુખ દુઃખની વાત કરી શકે, જેથી જીવન ખુશહાલ બની શકે છે.
ઈમેજ : સોર્સ દિવ્યભાસ્કર
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.