આ મહિલાએ 11 હજાર કી.મી ની યાત્રા ટ્રક ચાલવીને 35 દિવસમાં પૂર્ણ કરી અનેક ગામોમાં કર્યું આ વસ્તુઓનું દાન!
એક સ્ત્રી ધારે તો શું ન કરી શકે? તેનું ખરેખર ઉત્તમ જો કોઈ ઉદાહરણ જો કોઈ હોય તો તે સુરતની આ મહિલા છે જેમણે માત્ર 35 દિવસમાં 11 હજાર કિ.મી ની ટ્રક રાઈડ કરી. માત્ર રાઈડ નથી કરી સાથો સાથ એવા કર્યો કર્યા છે કે તે ખૂબ જ સરાહનીય છે. આજના સમયમાં સ્ત્રીઓ પુરાષ્પ્રધાન દેશમાં સૌથી આગળ આવિને સ્ત્રીને સમાનતા નો એક ઉત્તમ સંદેશ પૂરો પાડી રહ્યા છે.
વાત જાણે એમ છે કે દુરૈયા તપિયાએ જાતે ટ્રક ડ્રાઈવ કરી હતી. તેમજ 13 રાજ્યોના 4500 ગામડાઓ બાયપાસ કર્યા હતા. જેમાંથી 40 જેટલા ગામો અને 125 શહેરોમાં વિઝિટ કરી હતી. રાઈડનો હેતુ સ્વચ્છ ભારત, રોડ સેફટી અવેરનેસ, સશક્ત નારી, આત્મનિર્ભર ભારત મિશન, કોવિડ -19 થી સુરક્ષિત રહેવાના સંદેશાને અન્ય લોકો સુધી પહોંચાડવાનો હતો.
ખરેખર એક સ્ત્રીઓ શુ પણ દરેક લોકો જો મનોબળ અને આત્મવિશ્વાસ સાથે કંઈ પણ નિશ્ચિત કરી લે તો કોઈપણ અશક્ય કાર્યને પણ શક્ય બનાવી શકે છે ત્યારે આ બહેન પણ એવું જ કરી બતાવ્યું તેઓ રોજ 14 કલાક સુધી 300 કિમી ડ્રાઈવ કરતા અને સવારે 8 વાગ્યેથી નીકળી રાત્રે 10 વાગ્યે સુધી રાઈડ કરતી હતી. રોજનું 14 થી 15 કલાક જેટલું ડ્રાઈવ થઈ જતું હતું. રોજ આશરે 300 જેટલું ડ્રાઈવિંગ કરતી હતી. અને દિવસમાં વધુમાં વધુ 500 કિમી જેટલુ ડ્રાઈવ કર્યું હતું. કયારેક હાઈવે પર, ઊંચા ઘાટ પર તો કયારેક સિંગ પટ્ટી રોડ પર પણ ડ્રાઈવ કરવું પડયું હતું.
સૌથી અઘરું મને તમિલનાડુમાં બંદીપુરના જંગલ વખતે લાગ્યું હતું. કારણકે એ ખૂબ જ મોટો ઘાટ હતો. હું રોજ આશરે 250 લોકોને મળતી હતી અને તેમને રિયુઝેબલ માસ્ક, સેનેટાઇઝર, પેડ અને ડસ્ટબીનનું વિતરણ કર્યું હતું.ખરેખર આ સ્ત્રી પોતાના નિઃસ્વાર્થ ભાવે આ સેવા કાર્યો કર્યા છે જે ખૂબ જ સરહાનિય છે આપણે સૌ કોઈ તેમના પરથી પ્રેરણા લેવી જોઈએ.