કાળઝાળ ગરમી બાદ હવે ગુજરાતના માથે વાવાઝોડાનું સંકટ??? હવામાન વિભાગે કરી આ મોટી આગાહી કહ્યું ભારે વરસાદ સાથે…
હાલમાં ગુજરાતમાં અંગારા જેવી ગરમી પડી રહી છે, ત્યારૅ આવી આકરી ગરમીમાં ફરી એકવાર હવામાન વિભાગે ભારે મોટી આગાહી કરી છે. આપણે જાણીએ છે કે, હાલમાં આ વર્ષે ભર ઉનાળે કમોસમી વરસાદ થયો છે, તેમજ આધિ અને વંટોળનો પણ ભારે ત્રાસ જોવા મળ્યો છે. હવામાન વિભાગે ચિંતાજનક આગાહી કરી છે, પ્રાપ્ત થયેલ માહિતી અનુસાર આ બુધવાર સુધીમાં બંગાળની ખાડી પર લો પ્રેશર સર્જાઇ તેવી શક્યતા છે.
આ કારણે પ્રથમ પ્રી-મોન્સુન ચક્રવાતી વાવાઝોડામાં પરિવર્તિત થવાની શક્યતા ઓછી છે તેમજ શરૂઆતમાં ઉત્તર-પૂર્વ દિશામાં આગળ વધે તેવી સંભાવના છે અને પછી શુક્રવારે સવાર સુધીમાં મધ્ય બંગાળની ખાડી પર સ્થિર થઇ જશે.હવામાન નિષ્ણાતોએ જણાવ્યું હતું, કે નીચા દબાણવાળા વિસ્તાર અથવા ડિપ્રેશન વેધર સિસ્ટમને કારણે નોંધપાત્ર વરસાદ થાય છે.
વાવાઝોડું કેટલું ખતરનાક હશે અને ક્યાં વિસ્તારને અસર કરશે તે મુદ્દે હવામાન વિભાગે હજુ સુધી કોઇ સ્પષ્ટ આગાહી કરી નથી પરંતુ આ સિસ્ટમ 24 કે 25 મેના રોજ વાવાઝોડું બની શકે છે અને તે ઓડિશા તથા આંધ્ર પ્રદેશના દરિયાકિનારે ટકારાય તેવી સંભાવના દેખાઈ રહી છે. વાવાઝોડું આંધ્રપ્રદેશ ઓડિશાના દરિયાઇ કાંઠે ટકારાયા બાદ આ તેની ગતિ ધીમી પડી જશે.આ કારણે તેની અસર મહારાષ્ટ્ર ગુજરાત પર પણ તેની અસર થઇ શકે છે. આ સમય દરમિયાન ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારમાં પવન સાથે વરસાદ પડી શકે છે. હાલમાં આ સમાચારથી લોકોમાં ચિંતાનો માહોલ સર્જાયો છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.