રાજકોટ અગ્નિકાંડમાં કેનેડાથી આવેલ યુવકનું લગ્નના ચાર જ દિવસ બાદ પત્ની સાથે દુઃખદ નિધન, પરિવારમાં આક્રંદ…
માણસના જીવનમાં આંગણે મોત ક્યારે આવીને ઊભું રહી જાય છે એ કોઈ નથી જાણતું. હાલમાં જ રાજકોટ શહેરમાં એક એવી દુર્ઘટના ઘટી જેમાં એક સાથે અનેક પરિવારના માળા વિખેરાઈ ગયા. આ પહેલા પણ સુરત મોરબી અને વડોદરામાં આવી જ અકસ્મિક દુર્ઘટના ગતિ અને તેમાં નિર્દોષ લોકોના જીવ ચાલ્યા ગયા. રાજકોટ શહેરમાં લાગેલી આગમાં અંદાજિત 26 લોકોના મોત નીપજ્યા છે.
આ તમામ 26 લોકોના પરિવારજનોમાં દુઃખનો માહોલ છે અને તેમની વેદનાઓ આપણે શબ્દોમાં ના ભણવી શકે ના તો આપણે અનુભવી શકીએ કારણ કે જેને પોતાના સ્વજનો ગુમાવે છે એ પોતે જ જાણે છે કે તેનું દુઃખ શું હોય છે. આ ટીઆરપી ગેમ ઝોનમાં કેનેડા થી આવેલ બે નવયુગલ નું દુઃખદ નિધન થયું છે.
આ બને યુગલની કહાની જાણીને તમારી આંખોમાં આંસુ આવી જશે. દિવ્ય ભાસ્કરના અહેવાલ મુજબ જાણવા મળ્યું છે કે, રાજકોટમાં રહેતા 24 વર્ષીય અક્ષય ઢોલરિયા અને 20 વર્ષીય ખ્યાતિબેન સાવલિયાનું દુઃખદ નિધન થયું છે. આ બન્ને યુગલના ડિસેમ્બરમાં જ લગન થવાના હતા પરંતુ બંને લગ્નના બંધને બંધાયા એ પહેલા જ મોતને ભેટી પડ્યાં
આ બન્ને એ યુગલે કોર્ટ મેરેજ કર્યા હતા પરંતુ પરિવારની સાક્ષીમાં હાલમાં જ એક અઠવાડિયા પહેલાં જ
સગાઈ થઈ હતી. પ્રાપ્ત થયેલ માહિતી અનુસાર 10 દિવસ પહેલાં જ રાજકોટ આવ્યા હતા. આ દરમિયાન ગઈકાલે બંને TRP ગેમઝોનમાં પહોંચ્યા હતા પણ વિધિના લેખ તો જુઓ આ બન્ને યુગલો અગ્નિની સાક્ષીએ ફેરા ફરે એ પેહલા જ આગમાં હોમાય ગયા.
મૃતક અક્ષય મૂળ રાજકોટનો હતો. પરંતુ કેનેડામાં અભ્યાસની સાથે નોકરી કરતો હતો. મૃતક યુવતી ખ્યાતિ બેન મેઘાણીનગરમાં રહેતી હતી. તેમના પિતા કિશોરભાઈ અને માતા હીનાબેન USAમાં રહે છે, દીકરીના નિધનના સમાચાર સામે આવતા જ બને માતા પિતા યુએસએથી આવશે અને ડીએનએ ટેસ્ટ આપશે. ખરેખર રાજકોટની આ ઘટના ખૂબ જ દુઃખદ દાયક છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.