Gujarat

રાજકોટ અગ્નિકાંડ નો ભોગ બનેલ બાળક ના પિતા ની વેદના ! આરોપીઓને સજા મળે એ પહેલા જામીન મંજુર થશે તો હુ બધા ને મારી નાખીશ… જુઓ વિડીઓ

રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં જે આગની દુર્ઘટના ઘટી એ ખૂબ જ દુઃખદ દાયક છે. આ ઘટનામાં જેમણે પોતાના સ્વજનો ગુમાવ્યાં છે, તેમની વેદના તો આપણે કોઈ સમજી ન શકીએ, સ્વજન ગુમાવવાનું દુઃખદ શું હોય એ તો એજ જાણે છે. હાલમાં જ એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે, આ વિડીયો જોઇને તમને સમજાશે કે પરિવારની વેદના કેવી હોય છે.

રાજકોટ આગકાંડમાં એક જ પરિવારના 5 લોકો લાપતા થવાથી આખો પરિવાર ગમગીન બની ગયો છે. મીડિયા સમક્ષ પોતાની વેદના વ્યક્ત કરી છે. પોતાના સંતાન અને પરિવારજનોએ ગુમાવનાર પિતા એ દુઃખદ વેદના સાથે કહ્યું કે, મારી એક જ માગણી કે, સરકાર આરોપીઓને ફાંસી આપે અને જો સજા પહેલા જામીન મંજૂર થયા છે, તો હું બધાંને મારી નાખીશ. મારા આગળ પાછળ કોઈ છે નહીં, જે હતું એ મારું વયું ગ્યું છે.

જો આ લોકો જામીન પર છૂટયા તો હું એકેયને જીવતા નહી છોડુ, કે રીતે અમારા પરિવારની કોઈની ઓળખ નથી એવી રીતે હું આ કોઈની ઓળખ નહી થવા દઉં. હું સરકારને માત્ર એટલું કહેવા માંગુ છું કે આ લોકોએ સજા થવી જોઈએ.

ખરેખર આ ઘટના ખૂબ જ દુઃખદાયક છે. આ ઘટનામાં કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને મોરારિબાપુ એ પણ આર્થિક સહાયની જાહેરાત કરી છે પરંતુ વિચાર કરો કે, જે લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે, તેમનું દુઃખદ ઓછું થઈ જશે ? શું તેમના સ્વજનો ફરી આવશે?આ ઘટના આરોપીઓને જરૂરથી સજા થવી જોઈએ તેવી દરેક લોકોની માંગણી છે.


નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!