રાજકોટ TRP ગેમ ઝોનમાં લાગેલ આગ પહેલાના CCTV ફૂટેજ આવ્યા સામે! જુઓ કઈ રીતે લાગી આ વિકરાળ રાગ…જુઓ વિડિયો
TRP ગેમ ઝોનમાં લાગેલ આગની ઘટના ખૂબ જ પીડાદાયક છે, ખરેખર રાજકોટના ઇતિહાસમાં આ એક એવો બનાવ છે જે ક્યારે પણ નહીં ભુલાય. પ્રાપ્ત થયેલ માહિતી અનુસાર ટીઆરપી ગેમ ઝોનમાં આકસ્મિક રીતે આગ લાગી હતી અને આ આગે એટલું વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું કે આ આગમાં જીવતે જીવતા ફૂલ જેવા બાળકો સહિત ૨૬ લોકો હોમાય ગયા.
હાલમાં આ ઘટનાને લઈને અનેક વિડીયો સામે આવી રહ્યા છે, ત્યારે હાલમાં જ એક વિડીયો સામે આવ્યો છે. આ વીડિયોમાં તમે જોઈ શકશો કે, આ આગ કઈ રીતે લાગી.
આ દુ:ખદ ઘટનાને લઈને ભારતના રાષ્ટ્રપતિ તેમજ દેશના વડાપ્રધાન તેમ જ ગુજરાતના મુખ્યમંત્રીએ પણ દુઃખ વ્યક્ત કર્યું છે અને અન્ય તમામ રાજનેતાઓએ પણ આ ઘટનાને લઈને દુઃખની લાગણી વ્યક્ત કરી છે.
આ આ ઘટના અંગેની તપાસ કરવા માટે SIT વરિષ્ઠ IPS અધિકારી સુભાષ ત્રિવેદીના નેતૃત્વમાં 5 અધિકારીઓની તપાસ કરશે. આ સાથે રાજ્ય સરકાર મૃતકોના પરિવારજનોને 4 લાખ રૂપિયા અને ઘાયલોને 50 હજાર રૂપિયાનું વળતર આપશે. એક વિશેષ તપાસ ટીમની રચના કરવામાં આવી છે અને તેને સમગ્ર મામલાની તપાસની જવાબદારી સોંપવામાં આવી છે.
હાલમાં જ આ ઘટના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, આ સીસીટીવી ફૂટેજમાં તમે જોઈ શકશો કે, છાપરાની ઉપર તરફ શોર્ટ સર્કિટ થયું હોય અથવા કોઈ વેલડિંગ કરી રહ્યું છે, એવું જણાય રહ્યું છે, અને વાયરલ વીડિયોમાં જોઇ શકશો કે, થોડીક જ મિનિટોમાં આગળ ધીરે ધીરે વિકરાળ સ્વરૂપ લઇ લે છે અને આગ એટલી હદે ફેલાઈ જાય છે કે, એક જ પળમાં આખા ગેમઝોને કવર કરી લે છે, જેથી આ ઘટના અનેક લોકો મોતને ભેટ્યા.