TRP ગેમઝૉનના મૃતકોના પરિવારજનોને વ્હારે આવ્યા મોરારી બાપૂ! કરી આટલા લાખની સહાયની જાહેરાત….
રાજકોટના ટીઆરપી ગેમઝોનમાં લાગેલ આગના કારણે દેશભરમાં દુઃખની લાગણી છવાઈ ગઈ છે. આ દુઃખદ ઘટનાને પગેલે અનેક પરિવારજનોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે અને જેણે પોતાના સ્વજનો ગુમાવ્યા છે, તે જ જાણે છે કે પોતાનાને ગુમાવવાની પીડા શું હોય છે. સાંત્વના પાઠવવાથી વ્યક્તિનું દુઃખ મટી તો નથી જ જવાનું કારણ કે આ દુઃખ તો જેના માથે આવ્યું હોય તે જ જાણે કે આ દુઃખનું દર્દ કેવું હોય છે. આ ઘટનામાં અંદાજે 26 થી વધુ લોકોના મોત થયા છે, જેમાં નાનીવયના લોકો વધુ છે.
જ્યારે જ્યારે આવી કોઈ દુર્ઘટના ઘટી છે, ત્યારે મોરારી બાપુ પીડિતોની વ્હારે આવ્યા છે.હાલમાં ગોંડલમાં શહેરમાં પરમ પૂજ્ય શ્રી મોરારી બાપુની રામચરિત માનસ કથા ચાલુ છે, આ જ કથાની વ્યાસપીઠ પરથી પરમ પૂજ્ય શ્રી મોરારીબાપુએ રાજકોટની દુર્ઘટનામાં મૃતકોના પરિવારજનોને પાંચ લાખની જાહેર સહાય કરી છે. ખરેખર મોરારી બાપુનાના આ સરહાનિય કાર્યને વંદન છે. મોરારી બાપુએ અનેકવાર આવી દુર્ઘટનાઓમાં મુર્તકજનોને સહાય આપી છે.
રાજકોટમાં બનેલ આ દુર્ઘટનામાં રાજસરકારે પણ મૃતકોને રૂ 4 લાખ તેમજ ઈજાગ્રસ્ત લોકોને રૂ 50000ની સહાય જાહેર કરી છે તેમજ પ્રધાનમંત્રી શ્રી નેરન્દ્રમોદીએ પણ મૃતકજનોને રૂ 2 લાખની સહાય જાહેર કરી છે. આ દુઃખ ઘટનામાં અનેક પરિવારજનોએ પોતાના સ્વજનોને ગુમાવ્યા છે, ત્યારે આ દુઃખની ઘડીમાં પરિવારજનોની વેદનાને મોરારી બાપુએ પણ સમજી છે અને આ કારણે તેમને પણ મૃતકોના પરિવારજનોને પાંચ લાખની સારવાર જાહેર કરી છે. ખરેખર મોરારી બાપુના જેટલા પણ વખાણ કરીએ એટલા ઓછા છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.