ગોંડલ ખાતે અગ્નિકાંડમાં મૃત્યુ પામેલ સત્યપાલસિંહના અંતિમયાત્રાના આ દ્રશ્યો તમને રડાવી દેશે!! આખુ ગામ હિબકે ચડી અંતિમયાત્રામાં શામેલ થયું…
રાજકોટના અગ્નિકાંડમાં 26થી વધુ લોકોના મોત થયા છે, આ મૃતકોની સંખ્યામાં મોટાભાગના બાળકો છે. પ્રાપ્ત થયેલ માહિતી અનુસાર ડીએનએ ટેસ્ટ આવ્યા બાદ મૃત દેહ પરિવારજનોને સોંપવામાં આવી રહ્યા છે, ત્યારે 19 વર્ષીય ગોંડલના સત્યપાલસિંહ જાડેજાના DNA સેમ્પલ મેચ થતા તેમના મૃતદેહને પરિવારજનોને સોંપવામાં આવેલ. સત્યપાલસિંહનો મૃતદેહ પરિવારજનોને મળતા જ પરિવારમાં દુઃખનો માહોલ છવાઈ ગયો હતો કારણ કે પરિવારે પોતાનો લાડકવાયો દીકરો ગુમાવી દીધો.
જે દીકરો ઘરેથી ફરવા ગયો હતો એ દીકરો ક્યારેય પણ પરત નહીં ફરે, એ પરિવારે સ્વપ્નમાં પણ નહીં વિચાર્યું હોય. પ્રાપ્ત થયેલ માહિતી અનુસાર સત્યપાલ પોતાના બે મિત્રો સાથે રાજકોટની ટીઆરપી ગેમઝોનમાં ગયો હતો પરંતુ આ ગેમઝોને તેના જીવન માટે કાળ બન્યો. ખરેખર આ દુઃખની ઘડીને શબ્દોમાં પણ ન વર્ણવી શકાય, સત્યપાલના મૃતદેહને તેમના વતને લઇ જતા તમામ પરિવારજનો સહીત ગામના લોકો અંતિમયાત્રામાં જોડાયા હતા. ખરેખર આ ઘટના ખુબ જ દુઃખદાયક છે, આ દ્રશ્યો જોઈને કોઈની પણ આંખમાં આંસુઓ આવી જાય.
સત્યપાલસિંહ જાડેજાની અંતિમયાત્રામાં આખું ગામ હીબકે ચડ્યું હતું તેમજ પરિવારજનો તો ધ્રુસકે-ધ્રુસકે રડતા હતા.આ દ્રશ્યો જોઈને તો કોઈપણ વ્યક્તિનું હૈયું દ્રવી ઉઠે કારણ કે આવા કરુણદાયક દ્રશ્યો સર્જાયા હતા. આપણે ઈશ્વરને પ્રાર્થના કરીએ કે મૃતકની આત્માને દિવ્ય શાંતિ મળે અને પરિવારજનોને આ દુઃખની ઘડીમાં શક્તિ આપે.
દુઃખદ ઘટનાને બદલે મૃતકોના પરિવારજનોની માત્ર એક જ માંગ ઉઠી છે કે, તમામ આરોપીઓને કડક સજા મળે, જેથી તેમના મૃતક સ્વજનોની આત્માને શાંતિ મળે. આ ઘટનામાં સરકારે યોગ્ય પગલાં હાથ ધર્યા છે તેમજ મૃતકોના પરિવારજનો માટે આર્થિક સહાયની જાહેરાત કરી છે, પૂજ્ય મોરારી બાપુએ પણ ગોંડલની રામકથામાંથી વ્યાસપીઠ પર બેસીને તમામ મૃતકોને શ્રધાંજલિ પાઠવીને પરિવારજનોને 5 લાખની જાહેરાત કરી છે.