Gujarat

અંબાલાલ પટેલે કરી ધ્રુજાવી દે તેવી આગાહી, કહ્યું કે દરિયો થશે તોફાની, ગાજ વીજ સાથે વરસાદ થશે, જાણો ક્યારે ને કયા કયા…

એક તરફ ગુજરાતમાં ગરમીનો પ્રકોપ દિવસેને દિવસે વધી રહ્યો છે, ત્યારે લોકો આકરી ગરમીના કારણે ભારે પરેશાની ભોગવી રહ્યા છે. ખરેખર આવી ગરમીમાંથી છુટકારો મળે એજ લોકો રાહ જોઈ રહ્યા છે, ત્યારે હાલમાં જ અંબાલાલ પટેલે ભારે ગાજ વીજ સાથેના વરસાદની આગાહી કરી છે.

રેમલ વાવાઝોડાએ ભારત અને બાંગ્લાદેશમાં ભારે વિનાશ સર્જ્યો છે. આ વાવાઝોડાએ વરસાદની પેટર્ન જ બદલી નાખી છે, આ કારણે ગુજરાતમાં વરસાદ થઈ શકે છે. અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે દક્ષિણ ગુજરાતમાં વલસાડ, ડાંગ સહિતનાં વિસ્તારમાં વરસાદ થઈ શકે છે.

જ્યારે મધ્ય ગુજરાતનાં  આણંદ, વડોદરા, નડીયાદ સહિતના વિસ્તારમાં વરસાદ પડી શકે છે. આ ઉપરાંત ધંધુકા, ભાવનગર તથા દક્ષિણ સૌરાષ્ટ્રનાં ભાગોમાં વરસાદ વરસી શકે છે. અંબાલાલ પટેલે જણાવ્યું કે, અમદાવાદ, ગાંધીનગરમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીની અસર થઈ શકે છે.  આ દરમિયાન દરિયામાં પણ કેટલીક હીલચાલ જોવા મળી શકે છે. સાથે ભારે પવન સાથે વરસાદ વરસી શકે છે.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!