આ છે ભરવાડ સમાજનું ગૌરવ જેણે આગની ઘટનામાં કૂદી રહેલા બાળકોને ઝીલીને બચાવ્યો જીવ! જાણો કોણ છે આ મહેશ ભરવાડ????
રાજકોટ શહેરમાં તા. ૨૫મી મે ના રોજ સાંજે ૫ વાગ્યાની આસપાસ ટીઆરપી ગેમ ઝોનમાં આગ લાગેલી. આ આગળ વેલ્ડિંગમાં તણખલાને લીધે લાગી હતી. ગેમઝોનમાં હાજર સ્ટાફ એ આગને બુઝાવવા માટે પ્રયત્નો કર્યા પરંતુ આગ ચારોતરફ ફેલાઈ ગઈ અને આ દુર્ઘટનામાં ૨૬ થી વધુ લોકો જીવતા જીવ મરી ગયા. કહેવાય છે ને, જ્યારે પણ કોઈ મુશ્કેલીઓ આવે છે, ત્યારે ભગવાન માનવતા રૂપે પણ લોકોની મદદે જરૂર આવે છે. આ દુર્ઘટનામાં મહેશ ભરવાડ નામના યુવકે અનેક લોકોના જીવ બચાવ્યા.
દરેક ન્યુઝ ચેનલ અને સમચારપત્રો તેમજ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર મહેશ ભરવાડના વખાણ અને ચર્ચાઓ થઈ રહી છે. ખરેખર મહેશ ભરવાડે જે માનવતા રૂપી કાર્ય કર્યું છે તે ખૂબ જ સરહાનિય છે. ચાલો અમે આપને વિગતવાર માહિતી જણાવીએ કે, મહેશ ભરવાડ કોણ છે અને તેને આગમાંથી કઈ રીતે લોકોના જીવને બચાવ્યા? આ વાત સાંભળીને તમારું હૈયું પણ કંપી જશે કે, આગ લાગી ત્યારે કેવા ભયાનક દ્ર્શ્યો હશે.
મહેશ ભરવાડ રાજકોટના જ વતની છે અને જે વ્યવસાયે એક ચાવાળા છે. મહેશ ભરવાડ ટીઆરપી ગેમ ઝોનમ ચા દેવા આવતા. જે દિવસે આગ લાગી તે દિવસે પણ તે ચા આપવા જ આવ્યા હતા પરંતુ જ્યારે તે પહોંચ્યા તો ગેમઝોનામ આગ લાગેલી હતી. આ આગ થોડીક જ મિનિટોમાં વિકરાળ બની ગઈ. મહેશ ભરવાડે જોયું કે, કેટલાક લોકો બીજા માળેથી કૂદી રહ્યા હતા પોતાનો જીવ બચાવવા માટે, જેમાં સ્ટાફ વારા અને કસ્ટમર હતા.
બીજા માળેથી જે લોકો કૂદી રહ્યા હતા તેને મહેશ ભરવાડે નીચે ઊભા રહીને ઝીલ્યા હતા. આ તમામ ઘટના તેને મીડિયા સમક્ષ પણ જણાવી અને સૌથી ખાસ વાત એ કે, તેમને સમયસર લાઈટ પણ બંધ કરી કારણ કે જો વીજ પોલમાં શોર્ટ સર્કિટ થઈ જાત તો આ આગ ભયાનક સ્વરૂપ લઇ શકત. તમને જણાવીએ દઈએ કે, આગમાં મુત્યુ પામનાર લોકોના મૃતદેહ એટલા બળી ગયા હતા કે તેમની ઓળખ પણ ન થઈ શકી. ડીએનએ ટેસ્ટ દ્વારા તમામની ઓળખ કરવામાં આવી હતી.
મહેશ ભરવાડે એક સામાન્ય વ્યક્તિ હોવા છતાં તેમણે એક એવું કાર્ય કર્યું છે, જેના થકી લોકોને જીવનદાન પણ મળ્યું છે, મહેશ ભરવાડે આ ઘટનાને નરી આંખે જોવાને બદલે હિંમતભેર સાથે લોકોના જીવ બચાવવા માટે કાર્ય કર્યું અને તેમણે અનેક લોકોના જીવ બચાવી જે એક ખૂબ જ સરહાનીય કાર્ય કર્યું છે, જે ખૂબ જ વખાણવા લાયક છે મહેશ ભરવાડ સૌ યુવાનો માટે પ્રેરણા સમાન ગણાય.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.