T-20 વર્લ્ડકપની ભારત-પાકિસ્તાનની મેચ પર મોટો ખતરો !! ISIS એ મેચને લઈને આ મોટી ધમકી આપી..
હાલમાં જ ટૂંક સમયમાં T20 વર્લ્ડ કપનું કાઉન્ટડાઉન શરૂ થઈ જશે પરંતુ વર્લ્ડ કપ પહેલા એક ચોકાવનારી ખબર સામે આવી છે. તા. 9 જૂને ન્યૂયોર્કમાં ભારત-પાકિસ્તાન વચ્ચે મેચ યોજાશે. આ પર મેચ આતંકવાદી હુમલાનું સંકટ છવાયું છે. IIS સાથે જોડાયેલા એક આતંકવાદી સંગઠને ‘લોન વુલ્ફ’ હુમલાની ધમકી આપતો વીડિયો જાહેર કર્યો છે. ન્યૂયોર્ક પોલીસના એક ઉચ્ચ અધિકારીએ સુરક્ષા કર્મચારીઓને હાઈ એલર્ટ પર રાખ્યા છે અને ચેતવણી આપી છે.
બ્રિટિશ અખબાર ‘એક્સપ્રેસ’ એ આ ધમકી વિશે સૌથી પહેલા અહેવાલ આપ્યો હતો અને કહ્યું હતું કે આતંકવાદી સંગઠને લંડનના વેમ્બલી સ્ટેડિયમ (ફૂટબોલ સ્ટેડિયમ) સહિત યુરોપના ઘણા મેદાનોને નિશાન બનાવવાની ધમકી આપી છે. વાસ્તવમાં, બ્રિટિશ ચેટ સાઇટ પર ISIS-K દ્વારા પોસ્ટ કરવામાં આવેલા વીડિયોમાં આઈઝનહોવર પાર્કમાં સ્થિત નાસાઉ ક્રિકેટ સ્ટેડિયમની તસવીર હતી અને ત્યાં ડ્રોન ઉડતા જોવા મળ્યા હતા. .
નાસાઉ કાઉન્ટીના પોલીસ કમિશનર પેટ્રિક રાયડરે કહ્યું કે વાયરલ વીડિયોમાં આતંકવાદી જૂથે ‘લોન વુલ્ફ’ હુમલાની ધમકી આપી છે. ‘લોન વુલ્વ્સ’ એ આતંકવાદી સંગઠનો સાથે સંકળાયેલા સભ્યો છે જેઓ સંગઠનોની પરવાનગી વિના સ્વતંત્ર રીતે કાર્ય કરે છે, જેનાથી તેમને ટ્રેક કરવાનું વધુ મુશ્કેલ બને છે. રાયડરે કહ્યું કે આઈઝનહોવર પાર્ક ખાતેના ક્રિકેટ સ્ટેડિયમમાં વધારાના પોલીસ અધિકારીઓ તૈનાત કરવામાં આવશે.
તેમણે કહ્યું, ‘જ્યારે અહીંના રહેવાસીઓની સુરક્ષાની વાત આવે છે, ત્યારે અમે નજીકથી તપાસ કરીશું. દક્ષિણ અને મધ્ય એશિયામાં સક્રિય ઇસ્લામિક સ્ટેટ આતંકવાદી સંગઠન ISIS-ખોરાસન (ISIS-K) દ્વારા ચેટ જૂથમાં પોસ્ટ કરવામાં આવેલ વિડિયોમાં ખતરાના સ્તર વિશે કોઈ ચોક્કસ માહિતી આપવામાં આવી નથી. ISIS-K એ સ્થળનું નામ જાહેર કર્યું નથી, પરંતુ સ્ટેડિયમની તસવીર અને તે જ તારીખે ત્યાં ભારત-પાકિસ્તાનની મેચ જોયા પછી તે થોડું સ્પષ્ટ થઈ ગયું છે.હાલમાં આ બનાવ અંગે યોગ્ય તપાસશરૂ થઈ ગઈ છે.