પીતા ને પણ ગર્વ થયો જ્યારે દિકરી પોતાના કરાતા ઉચા હોદ્દા પર પોલીસ ડીપાર્ટમેન્ટ મા જોઈન થઈ
આજના સમયમાં દિકરાઓ કરતા સવાઈ દીકરીઓ છે, પોતાના પરિવારનું નામ રોશન કરી રહી છે. દરેક ક્ષેત્રોમાં કાર્યરત રહેતી દીકિરો આજે ભારતનું ગૌરવ બની છે. આજે આપણે એક એવો પ્રેરણાદાયી કિસ્સો સાંભળીશું જેમાં પીતા ને પણ ગર્વ થયો જ્યારે દિકરી પોતાના કરાતા ઉચા હોદ્દા પર પોલીસ ડીપાર્ટમેન્ટ મા જોઈન થઈ. કહેવાય છે કે એક પિતાનું સ્વપ્ન હોય છે કે તેમનું સંતાન તેનાથી વધુ આગળ નિકળી જાય.
ખરેખર એવું જ બન્યું છે આ ઘટનામાં ચાલો ત્યારે જાણીએ કે આખરે વાત શુ છે.ડીએસપી પુત્રી શાબેરા અન્સારી અને સબ ઇન્સ્પેક્ટર પિતા અશરફ અલી અંસારી એક જ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવી રહ્યા છે. શાબેરા સીધી જિલ્લાના મૌલી પોલીસ સ્ટેશનમાં ડીએસપી પદ પર છે. જ્યારે અશરફ અલી ઇંદોરના લાસુડિયા પોલીસ સ્ટેશનમાં એસઆઇ તરીકે છે.
શાબેરા અંસારીને વર્ષ 2013 માં સબ-ઇન્સ્પેક્ટર તરીકે પસંદ કરવામાં આવી હતી અને વર્ષ 2016 માં તેણે જોઈન કર્યુ હતુ. આ સાથે, તે મધ્યપ્રદેશ પબ્લિક સર્વિસ કમિશન એટલેકે MPPSC ની તૈયારી કરતી રહી. 2016 માં પીએસસી ક્વોલિફાય કર્યું હતું અને 2018માં ડીએસપીનું પોસ્ટિંગ મળ્યું હતું. તેઓ હાલમાં ટ્રેનિંગ ડીએસપી તરીકે ફરજ બજાવી રહી છે.
આ વાત ખરેખર ખૂબ જ પ્રેરણાદાયી છે કે, એક બાપને પોતાની દીકરી પર ગર્વ છે કે તેમની દીકરી એક ઉંચી પદવી પર છે. તેમને ક્યારેય એવું મહેસુસ નહિ થતું હોય કે તેમની દીકરીનાં નીચે રહી ને કામ કરવું પડે છે. આ કિસ્સો દરેક સમાજના લોકો માટે પ્રેરણાદાયી છે.