India

હે ભગવાન!!! ભારતના આ જગ્યાએ એક જ સાથે 122 લોકોના મૃત્યુ થયા, ઘટના એવી કે જાણી તમે ધ્રુજી જશો…

હાલમાં જ એક દુઃખદ ઘટના બની છે, આ કારણે અનેક નિર્દોષ વ્યક્તિઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે, જેમાં મોટેભાગે મહિલાઓ અને બાળકોનો સમાવેશ થાય છે. આપણે ઈશ્વરને પ્રાર્થના કરીએ કે તેમની આત્માને શાંતિ મળે. ચાલો અમે આપને વિગતવાર માહિતી આપીએ કે આખરે ક્યાં કારણે આ દુઃખદ ઘટના બની. મીડિયા દ્વારા પ્રાપ્ય થયેલ માહિતી અનુસાર હાથરસ જિલ્લાના મુગલગઢી ગામમાં મંગળવાર (2 જુલાઈ)ના રોજ ભોલે બાબાનો સત્સંગ ચાલી રહ્યો હતો. કાર્યક્રમ દરમિયાન નાસભાગને કારણે અનેક લોકોના મોત થયા છે.

આ ભયાનક અકસ્માતમાં ઘણા લોકો ઘાયલ પણ થયા છે, જેમને અલગ-અલગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.મીડિયા રિપોર્ટ્સ વિશે વાત કરીએ તો, દૈનિક ભાસ્કર અનુસાર, હાથરસ દુર્ઘટનામાં લગભગ 122 લોકોના મોત થયા છે અને 150 થી વધુ શ્રદ્ધાળુઓ ઘાયલ થયા છે. ઘણાની હાલત નાજુક હોવાનું કહેવાય છે. દૈનિક ભાસ્કરના અહેવાલ મુજબ મૃત્યુઆંક વધી શકે છે અને અનેક મીડિયા રિપોર્સ્ટ પ્રમાણે અલગ અલગ મુત્યુઆંક સામે આવી રહ્યો છે.

તમને જણાવી દઈએ કે આજે એટલે કે મંગળવારે હાથરસના રતિભાનપુર વિસ્તારમાં સત્સંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે 50 હજારથી વધુ લોકો આવ્યા હતા, ત્યારે પંડાલમાં ભીષણ ભેજ અને ગરમીના કારણે નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ હતી. આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે મથુરા, આગ્રા, ફિરોઝાબાદ અને એટાના લોકો આવ્યા હતા.સંત ભોલે બાબાના ઉપદેશ સાંભળવા માટે મોટી સંખ્યામાં લોકો હાથરસ એટાહ સરહદ નજીક સ્થિત રતિભાનપુર પહોંચ્યા હતા. ઘટનાસ્થળે પહોંચતા પોલીસ પ્રશાસન અને એમ્બ્યુલન્સમાં ઘણો વિલંબ થયો હતો.

આ દુઃખદ ઘટનાના કારણે ભારતભરમાં શોકનો માહોલ છવાઈ ગયો છે, ખરેખર આ ઘટના ખુબ જ દુઃખ છે, કલ્પના પણ ન કરી શકાય એવી આ ઘટનામાં પોતાનો જીવ ગુમાવનાર તમામ વ્યક્તિઓની આત્મા માટે શાંતિ કરીએ અને જે લોકો ઈજાગ્રસ્ત થયા છે, તેઓ પણ જલ્દી સ્વસ્થ થઇ જાય એવી પ્રાર્થના કરીએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!